Sunday, December 22, 2024
HomeવિડિઓViral Videoજામનગરમાં બાઈક અથડાવા બાબતે મારામારીના દ્રશ્યો વાયરલ - VIDEO

જામનગરમાં બાઈક અથડાવા બાબતે મારામારીના દ્રશ્યો વાયરલ – VIDEO

- Advertisement -

જામનગર શહેરના રોજી પેટ્રોલ પંપ પાસે ગત રાત્રિના સમયે બાઈક અથડાવાની બાબતે મારામારીના દ્રશ્યો સર્જાયા હતાં. તેમાં મહિલાને માર મરાયાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ સ્ટેશને મામલો પહોંચ્યો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રોજી પેટ્રોલ પંપ પાસે ગઈકાલે રાત્રિના સમયે રોજી પેટ્રોલ પંપ પાસે બાઈક અથડાવવાની બાબતે બે જૂથ સામસામા આવી જતાં મામલો બીચકયો હતો અને ઉગ્ર બોલાચાલી થતા મહિલાને માર મારવામાં આવ્યો હતો. જે ઘટનાનો વીડિયો કોઇએ વાયરલ કરી દેતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ત્યારબાદ બંને પક્ષ દ્વારા પોલીસ સ્ટેશને જઈ રજૂઆત કરી હતી. જો કે આ મામલે હજુ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular