Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરદરેડમાંથી બે સ્થળોએ ગેરકાયદેસર ગેસ રીફીલીંગનું કૌભાંડ ઝડપાયું

દરેડમાંથી બે સ્થળોએ ગેરકાયદેસર ગેસ રીફીલીંગનું કૌભાંડ ઝડપાયું

રૂા.54,400 ની કિંમતના 24 બાટલા અને સાધનો સાથે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધાયો : બીજા સ્થળે રૂા.16,800 ની કિંમતના 11 બાટલા કબ્જે કરી કાર્યવાહી : પંચ બી પોલીસ દ્વારા બે સ્થળોએ દરોડા

- Advertisement -

જામનગર તાલુકાના દરેડ ગામમાં મસીતિયા રોડ પર સહિતના બે સ્થળોએ પંચ બી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન બે શખ્સોને ગેસ રીફીલીંગ કરતા ઝડપી લઇ એકની પાસેથી રૂા.54,400 નો અને બીજા શખ્સ પાસેથી રૂા.16,800 નો મુદ્દામાલ કબ્જે કરી બંને વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસીમાં નડી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગેસના ભરેલા બાટલામાંથી ખાલી બાટલામાં રીફીલીંગ કરી ગેરકાયદેસર વેંચાણ કરાતું હોવાની બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી પી વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એ.મોરી, એએસઆઈ એમ.એલ. જાડેજા, વી.ડી. રાવલિયા તથા હેકો ધર્મેન્દ્રસિંહ ઝાલા, નિર્મળસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, પો.કો. સુમિત શિયાર, મયુરસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, ભયપાલસિંહ જાડેજા, મેહુલ વિશાણી સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન જયપાલ હમીર ભાટુ નામના શખ્સને ગેરકાયદેસર રીફીલીંગ કરતા ઝડપી લઇ તેની પાસેથી ગેસના નાના મોટા ખાલી-ભરેલ 24 બાટલા, પ્લાસ્ટિકની પાઈપો, રેગ્યુલેટર, લોખંડની નોઝલ તથા ઇલેકટ્રીક વજન કાંટો મળી કુલ રૂા.54,400 ના મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી તપાસ આરંભી હતી.

બીજો દરોડો જીઆઇડીસી ફેસ 3 માં મસીતિયા રોડ પર ગેરકાયદેસર ગેસના બાટલાનું રીફીલીંગ કરી વેંચાણ કરાતા સ્થળેથી રેઈડ દરમિયાન સબીર બોદુ ખીરા નામના વેપારી પાસેથી ગેસના ખાલી ભરેલા 11 બાટલાઓ, પ્લાસ્ટિકની પાઈપો, રેગ્યુલેટર, લોખંડની નોઝલ તથા ઇલેકટ્રીક વજન કાંટો મળી કુલ રૂા.16,800 નો મુદ્દામાલ કબ્જે કરી સબીર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular