Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોની કચરાની ગાડીમાંથી કેરણનું કૌભાંડ ઝડપી પાડતા વિપક્ષી કોર્પોરેટરો - VIDEO

જામ્યુકોની કચરાની ગાડીમાંથી કેરણનું કૌભાંડ ઝડપી પાડતા વિપક્ષી કોર્પોરેટરો – VIDEO

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા દ્વારા જામ્યુકોની ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની ગાડીમાંથી કેરણ ભરેલી કચરાની ગાડી ઝડપી લઇ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જામનગર શહેરમાંથી જામ્યુકો દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરવામાં આવે છે. જેમાં કેરણ ભરવામાં આવતું નથી. પરંતુ વજન વધુ બતાવવા કોન્ટ્રાકટરો દ્વારા કચરો એકત્ર કરવામાં આવે છે તેમાં કેરણ ભરવામાં આવતું હોવાનો વિપક્ષી સભ્યોને ધ્યાનમાં આવ્યું હતું. આથી વિરોધ પક્ષ નેતા ધવલભાઇ નંદા, કોર્પોરેટર અલ્તાફભાઇ ખફી, આનંદભાઈ ગોહિલ, પાર્થ પટેલ વગેરે દ્વારા દરોડો પાડી જામ્યુકોની કચરાની ગાડીમાંથી કેરણ ઝડપી લઇ કૌભાંડ ખુલ્લુ પાડયું હતું.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular