Sunday, January 11, 2026
Homeસમાચારરાષ્ટ્રીયલીંબુ સાચવીને રાખજો, અહીંથી ચોર 60 કિલો લીંબુ ચોરી ગયા...

લીંબુ સાચવીને રાખજો, અહીંથી ચોર 60 કિલો લીંબુ ચોરી ગયા…

10 કિલો લીંબુ અને 40 કિલોની ડુંગળી પણ લઇ ગયા

લીંબુના ભાવ અત્યારે આસમાને છે. 250 થી 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા લીંબુની હવે ચોરી થઈ રહી છે. ઉત્તરપ્રદેશના શાહજહાંપુરના તિલ્હારમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં શાકભાજી વિક્રેતા મનોજ કશ્યપના વેરહાઉસમાંથી ચોરોએ 60 કિલો લીંબુ સાથે 10 કિલો લસણ, 40 કિલો ડુંગળી અને વજન કાંટા લઈ ગયા હતા.

- Advertisement -

લીંબુ, ડુંગળી અને લસણની ચોરીની આ ઘટના અંગે પોલીસનું કહેવું છે કે હજુ સુધી વેપારી દ્વારા ફરિયાદ આપવામાં આવી નથી. જો ફરિયાદ મળશે તો તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.

વેપારીના જણાવ્યા મુજબ ચોરોએ મોહલ્લા બહાદુરગંજના રહેવાસી શાકભાજી વેચનાર મનોજ કશ્યપના ગોડાઉનમાં પ્રવેશ કર્યો. ચોરોએ ત્યાંથી 60 કિલો લીંબુની ચોરી કરી હતી. આ સાથે 40 કિલો ડુંગળી અને 10 કિલો લસણ પણ ચોરી ગયા હતા. મનોજ કશ્યપે શનિવારે સાંજે જ બજારમાંથી લીંબુની બોરી ખરીદી હતી. બોરી પોતાના ગોડાઉનમાં રાખ્યા બાદ તેને તાળું મારી દીધું હતું. તેણે 200 રૂપિયા પ્રતિ કિલોમાં જથ્થાબંધ લીંબુ ખરીદ્યા હતા. ચોરો શાકભાજીની સાથે કાંટો અને વજન પણ ચોરી ગયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular