તમિલનાડુથી દ્વારકા ખાતે 300 જેટલા સૌરાષ્ટ્રીયન તમિલો પધાર્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓએ ભગવાન દ્વારકાધીશ, રૂક્ષ્મણી મંદિર તેમજ નાગેશ્ર્વર મહાદેવના દર્શન કર્યાં હતા.
ગુજરાતના રમણીય શિવરાજપુર બીચ ખાતે ગઈકાલે બુધવારે આ મહેમાનોએ રેત દ્વારા નિર્મિત શિલ્પો નિહાળ્યા હતા. આ ઉપરાંત દ્વારકા સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી ટ્રેન મારફતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા નીકળ્યા હતા.
જ્યાં સૌરાષ્ટ્રીયન તમિલ મહેમાનેને પુષ્પ આપી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વિદાય આપવામાં આવી હતી. વિદાય આપતી વેળાએ દ્વારકાની ભૂમિ પર પધારી ધન્યતાની લાગણી અનુભવી હોવાનું વિદાય લેતા મહેમાનોના ચહેરા પરના સ્મિત પરથી સ્પષ્ટ નજરે પડ્યું હતું. આ સમયે દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા સહિત રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.