પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા હી સમર્પણ અભિયાન અંતર્ગત જામનગર જિલ્લા ભાજપ ચિકિત્સા સેલ દ્વારા સિક્કા ખાતે સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે ગુજરાત સરકારના નવનિયુક્ત આરોગ્ય મંત્રી રીષિકેશભાઈ પટેલ ઉપરાંત જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ મૂંગરા, જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, પ્રવીણસિંહ જાડેજા, મનોજભાઈ જાની, જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશિભાઈ ચનિયારા, ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય ડો.વિનોદભાઈ ભંડેરી, કિશાન મોરચો જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ પ્રદિપસિંહ જાડેજા, ડોકટર સેલ જામનગર જિલ્લા ભાજપ કનવીનર ડો.આર.ટી.જાડેજા, સિક્કા શહેર ભાજપ પ્રમુખ દેવુભાઈ ગઢવી, મહામંત્રી સિક્કા શહેર ભાજપ પ્રકાશ વ્યાસ, પ્રદિપસિંહ જાડેજા સિક્કા શહેર સંગઠન તથા મોરચાના હોદેદારો નગરપાલિકા ના સદસ્યો, કાર્યકર્તાઓ તેમજ સિક્કા શહેર ના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમ માં જી.જી. હોસ્પીટલ જામનગર તથા સિક્કા ઈઇંઈ તથા ઞઇંઈ ના ડોકટરો એ સેવા આપી હતી.