દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા અને ગોરીયારી ગામના સરપંચ વેજાભાઈ જેઠાભાઈ હાથીયા નામના 37 વર્ષના યુવાન સાથેના અગાઉ તેના પરિવારજનોના પ્રેમલગ્ન બાબતના જૂના મનદુ:ખનો જુનો ખાર રાખી, ગોરીયારી ગામના હરીશ મેઘાભાઈ હાથીયા નામના શખ્સે વેજાભાઈને -‘તું અહીં શું કામ આવ્યો છે?’- તેમ કહી, બિભત્સ ગાળો કાઢવા લાગતાં ફરિયાદી વેજાભાઈ જેઠાભાઈએ ગાળો કાઢવાની ના પાડતા ઉશ્કેરાયેલા હરીશે વેજાભાઈ સાથે ઝઘડો કરી, મારમારીને જો તેઓ ગોરીયારી ગામમાં આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મીઠાપુર પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.