Friday, November 22, 2024
Homeરાજ્યગુજરાતમહેસાણાના ગીલોસણના સરપંચ 1 લાખની લાંચ લેતાં ઝડપાયા

મહેસાણાના ગીલોસણના સરપંચ 1 લાખની લાંચ લેતાં ઝડપાયા

ઔદ્યોગિક બાંધકામ પરવાનગી માટે 4 લાખની લાંચની માંગણી : મહેસાણા એસીબી ટીમે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી

- Advertisement -

મહેસાણા જિલ્લાના ગીલોસણ ગ્રામપંચાયતમાં ઔદ્યોગિક બાંધકામ પરવાનગી ચિઠ્ઠી લેવા માટે રૂા.1 લાખની લાંચ લેતાં સરપંચને મહેસાણા એસીબીની ટીમે રંગે હાથ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -


આ અંગીની વિગત મુજબ આ કામના ફરિયાદીના ઔદ્યોગિક પ્લોટીંગના બાંધકામ બનાવવા પરવાનગી ચિઠ્ઠી લેવા અરજદારે ગીલોસણ પંચાયતમાં અરજી કરી હતી. જે બાંધકામ પરવાનગી ચિઠ્ઠી આપવાના અવેજ પેટે આ કામના આરોપીએ ફરિયાદી પાસેથી લાંચના રૂ. 4,00,000ની માંગણી કરી હતી. જેથી આરોપીએ અગાઉ લાંચ પેટે રૂ. 50,000લીધેલા અને પરવાનગી ચિઠ્ઠી મેળવવા આરોપીનો સંપર્ક કરતા આરોપીએ રૂ.1,00,000ની લાંચની રકમ સાથે લઈને પરવાનગી ચિઠ્ઠી લેવા આવજો તેવું જણાવતા જે લાંચની રકમ ફરિયાદી આરોપીને આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી અરજી કરી હતી.

આ અરજીના આધારે ગાંધીનગર મદદનીશ નિયામક એ.કે.પરમારના સુપરવિઝન હેઠળ મહેસાણા એસીબી પીઆઇ એ.વાય.પટેલ તથા સ્ટાફે છટકું ગોઠવીને મહેસાણાના મોઢેરા રોડ પર ટહુકો પાર્ટી પ્લોટ સામે મહેસાણા જિલ્લાના ગીલોસણ ગ્રામપંચાયતના સરપંચ ભીખુભાઇ ગાંડાલાલ અલીમિયા ચૌહાણને રૂા.1,00,000ની લાંચ લેતાં ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular