ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ ડાયરેકટર એનસીસીના એડીશનલ ડાયરેકટર જનરલ (એડીજી) મેજર જનરલ અરવિંદ કપુરના માર્ગદર્શન હેઠળ, જામનગર એનસીસી ગુ્રપ હેડકવાર્ટર અંતર્ગતના એનસીસી નેવી યુનિટસ દદ્વરારા ગાંધીધામમાં ટપર ડેમ ખાતે ખઘજઝ ઊગઝઊછઙછઈંજઈંગૠ ગઅટઅક ઞગઈંઝ (ખઊગઞ) ના ભાગરૂપે ‘સરોવર મંથન’ નામના નૌકાયન અભિયાનની શરૂઆત તા.5 ના કરવામાં આવી હતી. આ નૌકાયન અભિયાન તા.14 સુધીમાં 10 દિવસમાં અંદાજિત 210 કિ.મી. જેટલું અંતર સાંકળી લેશે.
આ સાહસિક અભિયાનનું પ્રસ્થાન ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. જયરાજસિંહ જાડેજા દ્વારા જામનગર એનસીસી ગુ્રપ હેડકવાર્ટરના ગુ્રપ કમાન્ડર કર્નલ એચ કે સિંઘ તથા સ્થાનિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ટપર ડેમ, ગાંધીધામથી કરવામાં આવ્યું હતું.
આ નૌકાયન અભિયાનમાં જામનગર ગુ્રપના 3 ઓફિસર્સ, 12 પરમેન્ટનટ ઈન્સ્ટ્રકટર (પી આઈ સ્ટાફ) અને 75 નૌ સેના કેડેટસ (છોકરીઓ) ભાગ લઇ રહ્યા છે. આ અભિયાનમાં ત્રણ 27 ફુટ (લાંબી) ડ્રોપ કીલ (ડીકે) વ્હેલર બોટસ સામિલ છે. સુરક્ષાના ભાગરૂપે અભિયાનમાં ડી કે વ્હેલર બોટસની સાથે સતત જેમીની બોટસ રહેશે તથા લાઈફ જેકેટસથી સજ્જ કેડેટસની સુરક્ષાની તકેદારી માટે દોરડા, લાઈફબોય રીંગ્સની પણ વ્યવસ્થા છે. પીઆઈ સ્ટાફ તથા કેડેટસ દ્વારા આ એન્ટરપ્રાઈઝ કક્ષાની નૌકાઓના વહન દ્વારા સાહસિક અભિયાનને સફળ બનાવવામાં આવી રહ્યું છે.
આ ટુકડી દ્વારા સમગ્ર અભિયાન અંતર્ગત વિવિધ સામાજિક જાગૃત્તિ પ્રવૃત્તિઓ જેવી કે, કેન્સર અંગે જાગૃત્તિ, દરિયાકિનારાની સફાઈ, સ્વચ્છ ભારત અભિયાન, ભારતીય નૌસેના અંગે સજગતા, સ્વાસ્થ્ય અને તંદુરસ્તી અંગે સમજ વગેરે આયાગો સાંકળી લેવામાં આવશે. નૌસેના એનસીસી કેડેટસ દરિયાઈ જીવસૃષ્ટિથી પણ વાકેફ થશે. કેડેટસને વાસ્તવિક જિંદગીમાં સાહસનો જુસ્સો જળવાઈ રહે અને નેતૃત્વ શકિતના ગુણોનો વિકાસ થાય તે હેતુસર આ સાહસિક અભિયાન યોજવામાં આવ્યું છે.