ખિલોસ ગામે સદ્ગુરૂ ભીમસાહેબની પૂણ્યતિથિએ ભવ્ય સંતવાણી તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે પદ્મશ્રી હેમતભાઇ ચૌહાણનું જામનગરમાં બહુમાન કરાયું હતું. સાધુ મુળદાસજી, હાલારના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઇ કગથરા, સ્ટે. ચેરમેન મનિષ કટારીયા, મહામંત્રી મેરામણભાઇ, વિજયસિંહ જેઠવા, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, કોર્પોરેટરો તેમજ રાજુભાઇ યાદવ સહિતના આગેવાનોએ બહુમાન કર્યું હતું.