Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરસમસ્ત સ્થાનકવાસી સમાજનું સંઘ જમણ

સમસ્ત સ્થાનકવાસી સમાજનું સંઘ જમણ

- Advertisement -

સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા તપસમ્રાટ પૂ. ગુરૂદેવ રતીલાલ મહારાજ સાહેબ સંતની 111મી જન્મજયંતી નિમિત્તે દાતા નટુભાઈ ચોકસી (જૂનાગઢ) તરફથી સમગ્ર સ્થાનકવાસી સમાજમાં ભાઈઓ-બહેનો માટે સંઘ જમણનું આયોજન કરવામાં આવ્યું છે. તા.20 ના રોજ સવારે 11 થી 2 દરમિયાન વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિની વાડી નાગનાથ ગેઈટ જામનગર ખાતે આ સંઘ જમણ યોજાશે. આ જ દિવસે સવારે 09:30 થી 10:30 સુધી સામયિક તથા જાપનું આયોજન પણ અહીં કરવામાં આવ્યું છે તેમજ દાતાનું બહુમાનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બેંક કોલોની ઉપાશ્રયને 50 વર્ષ પૂર્ણ થતા હોય તેની ઉજવણી માટે ચાતુર્માસ પધારેલા પૂ. હસ્મિતાબાઈ મહાસતીજી આદિ ઠાણા – 3 સવારે 09:30 વાગ્યાથી હાજરી આપી વ્યાખ્યાન ફરમાવશે. આથી આ કાર્યક્રમોમાં સ્થાનકવાસી જૈન સમાજના શ્રાવક – શ્રાવિકાઓને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા દાતા તથા સંઘો દ્વારા અપીલ કરાઇ છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular