જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આજરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી ઘીના નમૂના લેવામાં આવ્યા હતાં અને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
હાલમાં નવરાત્રિના તહેવાર ચાલી રહ્યો છે અને આગામી સમયમાં દિવાળીના તહેવાર પણ આવી રહ્યો હોય, મિઠાઇનું વેચાણ વધતુ હોય છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા કમિશનરની સૂચના અન્વયે શહેરના ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં ઘીના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું. ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવેલ મિલન ટ્રેડર્સ તથા હિરેન ટ્રેડર્સ નામની બે પેઢીઓમાંથી ફૂડ શાખા દ્વારા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતાં અને ચકાસણી માટે મોકલવા કાર્યવાહી કરવામાં આવી હતી.