જામનગર શહેરમાં સમસ્ત જૈન સમાજના વિદ્યાર્થીઓ માટે સરસ્વતિ સન્માન સમારોહનું જૈન એમ્પ્લોયઝ ફેડરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 2022માં પાસ થયેલ ધો. 10, 12, ગ્રેજ્યુએશન અંતિમ વર્ષ અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન અંતિમ વર્ષ પૂર્ણ કર્યું હતું. તે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. તેમજ રાષ્ટ્રીય તથા સ્ટેટ લેવલે સ્પોર્ટસ અથવા અન્ય કોઇ પ્રવૃત્તિમાં નંબર મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવશે.
વિદ્યાર્થીઓએ 2022ની પરીક્ષા પાસ કરી હોય તે માર્કશીટની નકલ તા. 22 જાન્યુઆરી સુધીમાં પહોંચાડવાની રહેશે. જે માટે ગુગલ લીંક ઉપર સબમીટ કરવાની રહેશે અથવા માર્કશીટ કલેકશન સેન્ટર અજય શેઠ, જૈન એમ્પ્લોઇઝ ફેડરેશન, શેઠ સદન, સ્વસ્તિક સોસાયટી, કોચ હાઉસ રોડ, જામનગર ખાતે 6 થી 8 સુધી મો. 98255 15633, ધવલભાઇ વોરા, મંગલમ ક્ધસ્લટન્સી, રતનબાઇ મસ્જિદ રોડ, જામનગર. ખાતે 4 થી 6 દરમિયાન મો. 94287 28745, અજયભાઇ શાહ તથા નયનભાઇ રીંડાણી, હરિયા કોલેજ, જામનગર ખાતે સવારે 11 થી 1 મો. 98259 90226, ધીરેન મહેતા, પરફેકટ ક્ધસ્લટન્સી સર્વિસીસ, 107, માધવ કોમ્પ્લેકસ, ડીકેવી કોલેજની સામે, લાલવાણી પાનની ઉપર, જામનગર ખાતે સાંજે 6 થી 8 દરમિયાન, સંજીવભાઇ મહેતા, નવાનગર કો.ઓપ. બેંક, આરઆર બ્રાન્ચ જામનગર ખાતે બપોરે 3 થી 5 દરમિયાન તથા હરેશ દોશી જૈન સ્ટોર્સ, ડો. ભંડારીયાની બાજુમાં, કો.કો. બેંક સામે, 6-પટેલ કોલોની જામનગર ખાતે સાંજે 6 થી 9 દરમિયાન પહોંચાડવાની રહેશે.
આ કાર્યક્રમનું આયોજન જૈન એમ્પ્લોઇઝ ફેડરેશનના પ્રમુખ અજયભાઇ શેઠ, મંત્રી ધીરેનભાઇ મહેતા, પ્રોજેકટ કમિટીના ચેરમેન અજય શાહ, સભ્યો પારસભાઇ મહેતા, હિતેશભાઇ મહેતા, ધવલભાઇ વોરા, સંજીવભાઇ મહેતા તથા રાજેશભાઇ શાહ દ્વારા કરાયું છે.