જામનગરમાં આવેલ સમર્પણ હોસ્પિટલ દ્વારા 13 કરોડના એમ.આર.આઈ અને સી.ટીસ્કેન મશીનની ખરીદી કરવામાં આવનાર છે. જેના ફંડ માટે સત્ય કબીર સેવાધામ ફાઉન્ડેશનના ડાયરેક્ટર વસ્તાભાઈ કેશવાલા દ્વારા સમપર્ણ હોસ્પિટલને એમ.આર.આઈ મશીનની ખરીદીના ફંડ માટે 1કરોડ, 11લાખ, 11હજાર,111 રૂપિયાનું અનુદાન પરમ વંદનીય ગુરુદેવ રામ સવૃપાદાસજી મહારાજના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યું છે.
વસ્તાભાઈએ આ અંગે જણાવ્યું હતું કે ઈશ્વરે આપેલ સંપત્તિ માંથી અમુક ભાગ ઈશ્વરના કામમાં વાપરવો જોઈએ. ઈશ્વર વાપરેલ ધનનું અનેકગણું કરીને આપે છે. તે મારો જાત અનુભવ છે. હવે તો બસ મશીનો જલ્દી આવે અને ગરીબોની અને જરૂરીયાત મંદોની સારવાર થાય તેની આતુરતાપૂર્વક રાહ જોવ છુ.