સલાયાના “એમએસવી ફૈઝે ગરિબે નવાઝ” નામના વહાણમાં મુન્દ્રા બંદરે આજે સાંજે અકસ્માતે આગ લાગી હતી.આ વહાણમાં ચોખા લોડીંગ કરતા સમયે અકસ્માતે આગ લાગી હતી. આ વહાણ થોડા દિવસો પહેલાં જ સલાયાથી મુન્દ્રા ગયું હતું.જ્યાંથી 600 ટન જેટલા બાસમતી ચોખા ભરી ગલ્ફના દેશમાં જવાનું હતું. જેમાં ચોખા લોડીંગ કરવાનું ચાલુ હતું. માત્ર થોડો માલ ભરવાનો બાકી હતો ત્યાં અચાનક એન્જિન કેબિનની આજુબાજુમાંથી અકસ્માતે આગ લાગી હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને કાબૂમાં લેવા ત્રણ ફાયર ફાઈટર કામે લાગ્યા હતા. થોડા સમય માટે આગ ઉપર કાબૂ થયો હતો ત્યારબાદ પવન નીકળતા ફરી આગ વધી ગઈ હતી. આ વહાણ સલાયાના આમદભાઈ સંઘારની માલિકીનું હોવાનું જણાઇ આવ્યું છે. જેના રજીસ્ટ્રેશન નંબર ઇઉઈં.1372 છે. આ વહાણની કેપેસિટી અંદાજે 600 ટનનિં હોવાનું જણાઇ આવ્યું છે. કોઈ જાનહાનિ થયેલ નથી.વહાણ અને માલ મળીને નુકશાનનો આંકડો બહુ મોટો કરોડોમાં થશે એવી જણાઈ રહ્યું છે.