દ્વારકા જિલ્લાના કાળુભાર ટાપુ પરથી બે શખ્સોને પૂર્વ મંજૂરી વિના સલાયા મરીન પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વધુ વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા મેજીસ્ટે્રટ દ્વારા બહાર પાડેલ જાહેરનામાનો ચૂસ્ત અમલ થાય એ માટે સલાયા મરીન પોલીસ દ્વારા વિસ્તારના જુદા જુદા ટાપુઓ પર વીઝીટ તેમજ પેટ્રોલિંગમાં હોઇ જ્યાં બે ઈસમો (1) સુલતાન હુશેન સન્ના (રહે. જોડિયાભૂંગા) તથા (2) આરીફ ઈબ્રાહિમ કરેચા (રહે. સલાયા) માછીમાર કરતા મળી આવેલ હતાં. આ બંને ઈસમો દ્વારા કોઇપણ જાતની મંજૂરી લીધા વિના સલાયાના કાળુભાર ટાપુ પર માછીમારી કરતાં મળી આવેલ હતાં. આ બંને ઈસમો વિરૂધ્ધ મહે. જીલ્લા મેજીસ્ટે્રટના જાહેરનામાનો ભંગ અંગે આઈપીસી કલમ 188 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરી સલાયા મરીન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ સીંગરખીયા, એએસઆઈ નગાભાઇ,હેકો દેવેન્દ્રસિંહ, પોકો ડાંગરભાઈ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. ટાપુ પર પરવાનગી વિના જનાર સામે જાહેરનામા ભંગનો આ પહેલો કેસ દ્વારકા જિલ્લામાં થયેલ હોય જે બાબતે સલાયા મરીન પોલીસની કામગીરી બિરદાવી રહ્યા છે.