Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતપોલીસ કર્મીઓને આ મહિનાથી મળી જશે પગાર વધારો

પોલીસ કર્મીઓને આ મહિનાથી મળી જશે પગાર વધારો

- Advertisement -

પોલીસ કર્મીઓને ઓગષ્ટ મહિનાથી જ પગાર વધારો આપી દેવાશે. ગૃહ વિભાગે સત્તાવાર ઠરાવ કર્યો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ફિક્સ પગારના લોકરક્ષક, એએસઆઈ અને કાયમી કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈને ’પબ્લિક સિક્યુરિટી ઇન્સેટિવ’ આપવાની જાહેરાત કરેલી, જોકે ’ખાસ કિસ્સા’માં ગણી હવે ઠરાવ કરાયો છે. આ ઠરાવનો અમલ 1/8/2022 ગણવામાં આવશે.

- Advertisement -

ફિક્સ પગારમાં નોકરી કરતા લોકરક્ષક અને એએસઆઈનો અગાઉ વાર્ષિક પગાર 2,51,100 હતો જે વધારીને 3,47,250 કરાયો છે. જેથી હવે ફિક્સ પગારમાં નોકરી કરતા લોકરક્ષક અને એએસઆઈને વાર્ષિક રૂ.96150નો પગાર વધારો મળ્યો છે.

પોલીસ કોન્સ્ટેબલને વાર્ષિક રૂ.3,63,660 પગાર મળતો જે હવે વધીને 4,16,400 કરાયો છે. જેથી હવે પોલીસ કોન્સ્ટેબલને વાર્ષિક 52,740નો પગાર વધારો મળ્યો છે.

- Advertisement -

પોલીસ હેડ કોન્સ્ટેબલને વાર્ષિક રૂ.4,36,654 પગાર મળતો જે હવે વધીને 4,95,394 કરાયો છે. જેથી હવે પોલીસ હેડ કોન્સ્ટેબલને વાર્ષિક 58,740નો પગાર વધારો મળ્યો છે. એએસઆઈને રૂ.5,19,354 પગાર મળતો જે હવે વધીને રૂ.5,84,094 કરાયો છે. જેથી એએસઆઈને વાર્ષિક 64,740નો પગાર વધારો મળ્યો છે.સરકારે કરેલી જાહેરાત બાદ ગૃહવિભાગે કર્યો સત્તાવાર ઠરાવ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular