જામનગરની સંસ્થા રંગતાલી ગ્રુપ દ્વારા પ્રર્વતમાન કોરોનાની સ્થિતિ અને સરકારની ગાઇડલાઇન્સ મુજબ પાલન સાથે આ વરસે શેખર માધવાણી હોલમાં મર્યાદિત સંખ્યા સાથે સહિયર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો પ્રારંભ ’નોબત’ના તંત્રી પ્રદિપભાઇ માધવાણીના હસ્તે પ્રથમ નોરતે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર નવરાત્રી મહોત્સવના મુખ્ય સ્પોન્સર હર્ષ પોલીપેક પ્રા. લી. ના કૈલાસભાઇ બદીયાણી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
’બેટી બચાવો..બેટી પઢાવો’ના સંકલ્પ સાથે નવ દિકરીઓની અભ્યાસની જવાબદારીના સંકલ્પને સાકાર કરવાના ભાગ રૂપે નવરાત્રી મહોત્સવના માધ્યમથી છેલ્લા છ વર્ષથી અભિયાન ચલાવાઈ રહ્યું છે, જેમાં આ વર્ષે પાણી બચાવો, વૃક્ષ વાવોની થીમને સંલગ્ન કરી જનજાગૃતિનો સંદેશ વહેતો મુકાયો હતો.
આ નવરાત્રી મહોત્સવમાં દરેક નોરતાના વિજેતા ખેલૈયાઓ વચ્ચે મેગા ફાઇનલ અંતિમ દિવસે યોજાયો હતો. જેમાં મેગા વિનર પ્રિન્સ તરીકે દેવ સવજાણી, મેગા વિનર પ્રિન્સેસ તરીકે હિનલ હિન્ડોચા વિજેતા થયા હતા. અન્ય કેટેગરીમાં પંચીયા રાસમાં કરણ પંચમતિયા, ડો. નીધિ, મેઘા અડાલજા, હેતાંશ પાઠક, વિશાખા મોટવાણી, જીલ ગુસાણી તાલી રાસમાં અક્ષિત ત્રિવેદી, દિવ્યા મહેતા, જય ગુસાણી, ધ્રુવી ખેતીયા, સ્મીત મર્થક, પ્રાપ્તી ભટ્ટ, ફ્રી સ્ટાઇલમાં નિરવ દુબલ, મેઘા વ્યાસ, નીત ભટ્ટ, ચાંદની રાયચુરા તેમજ કિડસ મેગા પ્રિન્સ અનિકેત જેઠવા અને કિડસ મેગા પ્રિન્સેસ માહી જોશી વિજેતા જાહેર થયા હતા.
સમગ્ર આયોજન રંગતાલી ગ્રુપના સંજયભાઇ જાની દ્વારા સહિયર ગ્રુપના રીટાબેન જાનીની આગેવાની હેઠળ કાર્યકર્તાઓની ટીમે સફળતાપૂર્વક પાર પાડયુ હતું. સમગ્ર નવરાત્રી મહોત્સવનું સંચાલન ’નોબત’ના પત્રકાર પી. ડી. ત્રિવેદીએ કર્યુ હતું.
આ નવરાત્રી ઉત્સવમાં રાજયના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા), લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઇ લાલ, એ.એસ.પી. નિશીત પાંડે, રીલાયન્સના અધિકારીઓ, નોબત પરિવારના ચેતનભાઇ માધવાણી, હર્ષ પોલીપેકના બાબુભાઇ બદીયાણી, બીનાબેન બદીયાણી સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી ખેલૈયાઓ અને આયોજકોને પ્રોત્સાહીત કર્યા હતા. સંસદ સભ્ય પૂનમબેન માડમે નવી દિલ્હીમાં મીટીંગમાં વ્યસ્ત હોવાથી સંદેશા દ્વારા શુભેચ્છા પાઠવી હતી. વિજેતા ખેલૈયાઓને કનૈયા દાંડિયા કલાસના નાનકભાઈ ત્રિવેદીનું માર્ગદર્શન મળી રહ્યું હતું.
રંગતાલી ગ્રુપ દ્વારા આયોજીત સહિયર નવરાત્રિ મહોત્સવ સંપન્ન
’બેટી બચાવો, બેઢી પઢાવો’ તથા ’પાણી બચાવો, વૃક્ષ વાવો’ના સંકલ્પ સાથે ઉજવાયો નવરાત્રી ઉત્સવ