એક તરફ ક્રુડ ઓઇલનો ભાવ ભડકે બળી રહ્યો છે. છેલ્લા 13 વર્ષની સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયા છે. ત્યારે પ્રતિબંધો અને યુધ્ધની સ્થિતિનો સામનો કરી રહેલાં રશિયાએ વિશ્વના દેશોને ક્રુડ ઓઇલમાં રાહત આપવાની જાહેરાત કરી છે. રશિયાએ જાહેર કર્યું છે કે, તે વિશ્ર્વના દેશોને હાલના બજાર ભાવ કરતાં 30 ટકા ઓછા ભાવે ક્રુડ ઓઇલ વેચશે. રશિયાની આ જાહેરાતનો સૌથી મોટો ફાયદો યુરોપિયન દેશોને થશે કેમ કે, આ દેશો રશિયાની નજીક હોવાથી તેમને ટ્રાન્સપોર્ટેશન સસ્તું પડશે. બીજી તરફ ભારતને પણ રશિયાની ક્રુડથી ફાયદો થઇ રહ્યો છે. પરંતુ ટ્રાન્સપોર્ટેશન અને વીમાના વધુ ખર્ચને કારણે ભારતને હાલ બેરલદીઠ 10 ડોલરનો જ ફાયદો મળી રહ્યો છે.
ભારતને બેરલ દીઠ માત્ર 10 ડોલરનો જ ફાયદો થાય. જ્યારે યુરોપના દેશો રશિયાની નજીક હોવાથી તેમને ટ્રાન્સપોર્ટેશન સસ્તુ પડે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને ત્રણ મહિના વીતી ચૂક્યા છે ત્યારે રશિયાએ ક્રૂડ ઓઈલ બાબતે મોટુ એલાન કર્યું હતું. રશિયાએ જણાવ્યું હતું કે, તે ક્રૂડ ઓઈલનું વેચાણ ગ્લોબલ બેંચમાર્કની સરખામણીમાં 30 ટકા ઓછા ભાવે કરશે. તેના કારણે ટ્રોલ ડીઝલના ભાવ ઘટવાની આશા હતા.
પરંતુ ભારતીય રીફાઈનરીને રશિયાથી સસ્તા ક્રૂડ ઓઈલનો કોઈ વધારે ફાયદો થતો નથી. પરંતુ યુરોપના દેશોએ આનો ભરપુર ફાયદો ઉઠાવ્યો છે. રશિયાએ ક્રૂડ ઓઈલની કિંમતો સસ્તી કરતાં ભારતે ક્રૂડ ઓઈલ ખરીદવાનું શરૂ કર્યું હતું.
પરંતુ ભારતને બેરલ દીઠ માત્ર 10 ડોલરનો જ ફાયદો થાય છે. જ્યારે યુરોપના દેશો રશિયાની નજીક હોવાથી તેમને ટ્રાન્સપોર્ટેશન સસ્તુ પડે છે. તો બીજી બાજુ ભારતને ડિલિવરી માટે વધુ ખર્ચ થાય છે. રશિયા હાલ આંતરરાષ્ટ્રીય કિંમત કરતાં 35 ટકા સસ્તા દરે ક્રૂડ ઓઈલ વેચે છે. પરંતુ ભારતે આ ક્રૂડ ઓઈલ માટે ટ્રાન્સોર્ટેશન અને વીમાનો ખર્ચ ઉઠાવવો પડે છે. યુદ્ધને કારણે ટ્રાન્સપોર્ટેશન અને વીમાની કિંમતો પણ વધી ગઈ છે. આથી ભારતીય રીફાઈનરીઓને આંતરરાષ્ટ્રીય ભાવની સરખામણીમાં માત્ર 10 ડોલર જ સસ્તુ પડે છે.