રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ચાર મહિના કરતા વધારે સમય થઈ ચૂક્યો છે. બંને દેશને ભારે નુકસાન થયુ છે. હજારો સૈનિકોના મોત નીપજ્યા છે તેમ છતાં સ્થિતિ તણાવપૂર્ણ છે. યુદ્ધ જલ્દી પૂરુ થાય તેવા કોઈ સંકેત જોવા મળી રહ્યા નથી. દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના એક નિવેદને આ ચિંતામાં વધારો કર્યો છે.તાજેતરમાં જ વ્લાદિમીર પુતિને એક નિવેદનમાં કહ્યુ કે રશિયાએ હજી તો શરૂઆત પણ નથી કરી, સમય સાથે યુક્રેન સાથે શાંતિ વાર્તા વધુ મુશ્કેલ થઈ જશે.