Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરકાલે જામનગરમાં પ્રચારને વેગ આપશે રૂપાણી અને પાટિલ

કાલે જામનગરમાં પ્રચારને વેગ આપશે રૂપાણી અને પાટિલ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો માટેની ચૂંટણી આગામી 21મી ફેબ્રુઆરીના દિવસે યોજાવા જઇ રહી છે, ત્યારે ચૂંટણી પ્રચારમાં વેગ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ શનિવારે સાંજે છ વાગ્યે સૌપ્રથમ ધન્વંતરી ગ્રાઉન્ડમાં ત્યારબાદ સાત વાગ્યે ચાંદી બજારમાં ચોકમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ મુખ્યમંત્રીની સાથે સૌ પ્રથમ વખત જામનગર આવી રહ્યા હોવાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને સૌ પ્રથમ વખત તેઓને સાંભળવાનો મોકો મળશે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર પ્રસારને વેગવંતો બનાવી દેવામાં આવ્યો છે. ત્યારે આ ચૂંટણી પ્રચાર માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જામનગર શહેરની મુલાકાતે આવી રહ્યા છે, તેઓની સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો પ્રથમ વખત પ્રવાસ હોવાથી બન્નેનું વિશેષ રીતે સ્વાગત અને સન્માન માટે પક્ષના હોદ્દેદારો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રચાર અર્થે રાજ્યના મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બન્નેના એક સાથે જામનગરમાં આગમનથી ઉમેદવાર અને કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા તેમજ શહેર સંગઠનની ટીમ દ્વારા સૌપ્રથમ જામનગરના એરપોર્ટ પર બન્ને મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવશે, ત્યાર પછી સાંજે 6:00 વાગ્યા પછી ધન્વંતરી ગ્રાઉન્ડમાં યોજાયેલી જાહેર સભાને સંબોધન કરશે. ત્યાર પછી બીજી જાહેરસભા ચાંદી બજારના ચોકમાં રાખવામાં આવી છે, જ્યાં પણ જાહેર સભાને સંબોધન કરી કાર્યકર્તાઓમાં પ્રાણ પૂરશે.

- Advertisement -

જામનગર શહેરની 78 વિધાનસભા વિસ્તાર તેમજ 79 વિધાનસભાના વિસ્તારને ધ્યાનમાં રાખીને એક જ દિવસમાં એક કલાકના સમયાંતરે બે જાહેર સભા યોજવામાં આવી છે, અને બન્ને વિધાનસભા વિસ્તાર પ્રમાણે સ્થાનિક કાર્યકર્તાઓ જાહેરસભાની તૈયારીઓમાં જોડાઈ ગયા છે અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ કે જેઓએ પ્રદેશ પ્રમુખનો કાર્યભાર સંભાળ્યા પછી સૌપ્રથમ વખત મુખ્યમંત્રી સાથે જામનગરની મુલાકાત લઈ રહ્યા હોવાથી તેઓનું વિશેષ સન્માન કરવા માટેનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે અને કાર્યકરોમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular