Sunday, December 22, 2024
Homeમનોરંજનરૂબીના દિલાઇક: બિગ બોસ 14ની વિનર !

રૂબીના દિલાઇક: બિગ બોસ 14ની વિનર !

- Advertisement -

બિગ બોસ 14ની ગ્રાન્ડ ફિનાલે 21 ફેબ્રુઆરીના રોજ છે. જોકે, ગ્રાન્ડ ફિનાલે પહેલાં ગૂગલે રૂબીના દિલાઈકને વિનર જાહેર કરી છે. આ વાત આશ્ચર્ય પમાડે તેવી છે, પરંતુ ગૂગલ પર બિગ બોસ 14ના વિનર સર્ચ કરવામાં આવે તો ગૂગલ પર રૂબીનાનું નામ જ જોવા મળે છે. બની શકે કે આ વાત સાચી પડી જાય, કારણ કે પહેલાં જ દિવસથી રૂબીનાને શોમાં ઘણી જ પસંદ કરવામાં આવી રહી છે.

- Advertisement -

બિગ બોસના ઘરમાં હાલમાં રૂબીના, અભિનવ શુક્લા, અલી ગોની રાહુલ વૈદ્ય, રાખી સાવંત, આર્શી ખાન, નિક્કી તંબોલી તથા દેવોલીના ભટ્ટાચાર્ય છે. આ તમામની વચ્ચે રૂબીના તથા અભિનવ પહેલાં દિવસથી ઘરમાં છે. એજાઝને સૌથી સ્ટ્રોંગ દાવેદાર માનવામાં આવતો હતો, જોકે, તેને કામ હોવાથી તે જાતે જ ઘરની બહાર નીકળી ગયો હતો. એજાઝ બાદ રૂબીનાનું નામ વિનર લિસ્ટમાં ટોચ પર છે.

રાખી સાવંત તથા રૂબીના-અભિનવના સંબંધોમાં કડવાશ છે. રાખી સતત અભિનવને હેરાન કરતી હોય છે. આ જ કારણથી રૂબીનાએ રાખી પર એન્ટરટેઈનમેન્ટના નામ પર હેરેસમેન્ટ કરવાનો આક્ષેપ મૂક્યો છે. આટલું જ નહીં રૂબીનાએ રાખી પર ડોલ ભરીને પાણી રેડ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular