Tuesday, October 8, 2024
Homeરાજ્યહાલારઆરએસપીએલ ઘડી કંપની પ્રદુષણ સંદર્ભે 30 દિવસ સુધી સંપૂર્ણ બંધ

આરએસપીએલ ઘડી કંપની પ્રદુષણ સંદર્ભે 30 દિવસ સુધી સંપૂર્ણ બંધ

ખેડૂતો અને સ્થાનિકો દ્વારા પ્રદૂષણ મામલે ઉચ્ચકક્ષાએ અનેક રજૂઆતો : આંદોલન-ધરણાં બાદ ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા આખરે કડક કાર્યવાહી

- Advertisement -

દ્વારકા જિલ્લાના કુરંગા ગામમાં આવેલી આરએસપીએલ કંપની વિરૂધ્ધ છેલ્લાં ઘણાં સમયથી ખેડૂતોની જમીનમાં પ્રદૂષણ ફેલાવવા અંગે વાદ-વિવાદ ચાલી રહ્યો છે. તેમજ ઉપવાસ આંદોલન પણ ઉચ્ચકક્ષાએ અનેક રજૂઆતો બાદ આખરે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કંપની 30 દિવસ સુધી સંપૂર્ણપણે બંધ રાખી વીજ પૂરવઠો કાપી નાખવાનો આદેશ કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, દ્વારકાના કુરંગા ગામમાં આવેલી આરએસપીએલ ઘડી ડીર્ટજન્ટ કંપની ચાલુ થઈ ત્યારથી જ વિવાદોમાં રહી છે અને હાલમાં પણ ઘણાં સમયથી ખેડૂતોની જમીનમાં પ્રદૂષણ ફેલાવવા અંગે વિવાદ ચાલી રહયો છે અને આ પ્રદૂષણ સંદર્ભે ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન અને લેખિતમાં ઉચ્ચ કક્ષાએ અનેક રજૂઆતો કરવા છતાં કંપની દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ સંદર્ભે કોઇ સઘન કાર્યવાહી કરવામાં ન આવતા લેખિતમાં ઉચ્ચ કક્ષાએ ઉગ્ર રજુઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ આખરે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ હરકતમાં આવીને આરએસપીએલ કંપની વિરૂધ્ધ કડક કાર્યવાહી કરી 30 દિવસ સુધી કંપની સંપૂર્ણપણે બંધ રાખવાનો હુકમ કર્યો હતો.ઉપરાંત કંપનીનું વીજ જોડાણ પણ કાપી નાખવાનો અને જનરેટર સેટ ઉપર પણ પ્લાન્ટ ચાલુ ન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

લાંબા સમયથી ચાલી રહેલા આંદોલન અને ઉચ્ચ કક્ષાએ વિવિધ વિભાગોમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ દ્વારકા સ્થિત કુરંગા સ્થિત આર.એસ.પી.એલ. કંપની વિરૂધ્ધ પ્રદૂષણ ફેલાવવા અંગે પોલ્યુશન બોર્ડ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખેડુતોમાં હર્ષની લાગણી ફેલાઈ ગઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular