Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં રસીકરણ માટે રૂપિયા 9725 કરોડ ખર્ચાયા

દેશમાં રસીકરણ માટે રૂપિયા 9725 કરોડ ખર્ચાયા

- Advertisement -

કેન્દ્રીય આરોગ્ય રાજ્ય પ્રધાન પવારે જણાવ્યું કે ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે આપણી પાસે એન્ટી કોવિડ -19 રસીના 135 કરોડ ડોઝની અપેક્ષા છે. તેમણે કહ્યું કે, જોકે, રસીકરણ ઝુંબેશ ક્યારે પૂર્ણ થશે તે અંગે અમે હજી અનુમાન કરી શકતા નથી. તેમ છતાં, અમને આશા છે કે ડિસેમ્બર સુધીમાં, દેશમાં 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના વિરોધી રસી લગાવવામાં આવશે. આ ઉપરાંત રસીકરણ કાર્યક્રમમાં ખર્ચ કરવામાં આવેલી રકમ અંગે ભારતી પ્રવીણ પવારે જણાવ્યું કે આ અભિયાનમાં અત્યાર સુધીમાં 9725.15 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. આમાં રસીઓની ખરીદી અને તેમની ઓપરેશનલ કોસ્ટનો પણ સમાવેશ થાય છે.

- Advertisement -

તેમણે કહ્યું કે કોરોના વાયરસ રોગચાળાનાં બદલાતા વલણને જોતા રસીકરણ અભિયાન કેટલા સમયથી પૂર્ણ થશે તેનો અંદાજ લગાવી શકાય તેમ નથી. વધુમાં, બ્લેક ફંગસ રોગની સારવાર માટે જરૂરી દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી કે કેમ તે પ્રશ્ર્નના જવાબમાં પવારે કહ્યું કે તેની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી બંને દવાઓ (એમ્ફોટોરિસિન બી ડિઓક્સીકોલેટ અને પોસાકોનાઝોલ) ભારતીય બજારોમાં સરળતાથી ઉપલબ્ધ છે.

નોંધનીય છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મે મહિનામાં રાજ્યોને બ્લેક ફંગસને નોટિફાઇડ રોગચાળા તરીકે જાહેર કરવાની સલાહ આપી હતી. પવારે કહ્યું કે, કોરોનાના કુલ કેસોમાં આશરે 11 ટકા દર્દીઓની ઉંમર 20 વર્ષથી ઓછી હતી. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય નિયમનકાર સીડીએસસીઓએ બાળકો માટે રસી (2 થી 18 વર્ષની વય વર્ગ) પર ભારત બાયોટેકને હોલ-વિરિયન ઇનએક્ટિવેટ સાર્સ કોવ -2 રસીનાં બીજા અને ત્રીજા તબક્કામાં તથા કેડિલા હેલ્થકેર માટે ડીએનએ આધારિત ત્રીજા તબક્કાનાં ટ્રાયલની (12 વર્ષ અને તેથી વધુ) ને મંજૂરી આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular