Saturday, December 27, 2025
Homeરાજ્યહાલારધ્રોલમાં ઘર પાસે પાર્ક કરેલી રિક્ષામાંથી રોકડા અઢી લાખની ચોરી

ધ્રોલમાં ઘર પાસે પાર્ક કરેલી રિક્ષામાંથી રોકડા અઢી લાખની ચોરી

ધ્રોલ ગામમાં સ્વામી નારાયણ પાર્કમાં રહેતાં અને રિક્ષા ચલાવતા યુવાનએ તેના ઘર પાસે પાર્ક કરેલી સીએનજી રિક્ષામાંથી રૂપિયા અઢી લાખની રોકડ રકમની ચોરીના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ ચોરીના બનાવની વિગત મુજબ મોરબી જિલ્લાના રામપર પાડાબેકર ગામના વતની અને હાલ ધ્રોલ ગામમાં સ્વામી નારાયણ પાર્ક સોસાયટીમાં મકાન નંબર 9માં રહેતાં આરિફભાઇ અનવરભાઇ સોઢા (ઉ.વ.28) નામનો યુવાન તેની જીજે10-ટીઝેડ-4135 નંબરની સીએનજી રિક્ષા ચલાવતો હતો. આ રિક્ષા આરિફ તથા તેનો સાળો કાસમભાઇ બન્ને વારાફરતી ચલાવતા હતાં. દરમ્યાન ગત્ તા. 25ના રોજ રિક્ષા તેના ઘર પાસે પાર્ક કરી હતી. તે દરમ્યાન તેમાં રાખેલી રૂા. 2.5 લાખની રોકડ રકમ અજાણ્યો તસ્કર ચોરી કરી ગયો હતો. આ અંગેની જાણના આધારે હે.કો. આર. એ. કુબાવત તથા સ્ટાફે અજાણ્યા તસ્કરો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular