નેપાળના રાજવી પરિવારના સભ્યો જામનગરની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેમણે આજરોજ શહેરની શાનસમા લાખોટા તળાવ ખાતે આવેલ લાખોટા મહેલની મુલાકાત લીધી હતી.
જામનગરની શાનસમા લાખોટા તળાવ ખાતે આવેલ લાખોટા મહેલ રાજાશાહી સમયની આ ઇમારત હવે રાજ્યના પુરાતત્વીય મ્યુઝિયમ તરીકે સજાવવામાં આવી છે. અહીં હાલારનો ગૌરવપૂર્ણ ઇતિહાસ રજૂ કરતાં શસ્ત્રો, પાઘડીઓ, વસ્ત્રો, ભાતભાતની કોતરણી, ચિત્રો, કલાકારીગીરીના નમુના તેમજ તોપો સહિતની વસ્તુઓ મૂકવામાં આવી છે. આ ઉપરાંત મ્યુઝિયમમાં આસ્થા ધર્મ માટે મોગલોના દાંત ખાટા કરી નાખનારા જામરાજવીની સેનાએ લડેલા યુધ્ધનું વિશાળ ચિત્ર પણ યુધ્ધની ગાથા દર્શાવે છે. ત્યારે જામનગરની મુલાકાતે આવેલા નેપાળના રાજવી પરિવારના સભ્યોએ લાખોટા મહેલની મુલાકાત લીધી હતી. નેપાળનો શાહીપરિવાર જામનગરમાં આવેલા લશ્કરી કેન્ટોન્ટમેન્ટમાં રોકાયો હતો અને આર્મી સિક્યોરીટી સાથે લાખોટા મહેલની મુલાકાત લીધી હતી.