જામનગર શહેર જિલ્લામાં દશેક દિવસ અગાઉ ખાબકેલા વેરી વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી હતી. અતિવૃષ્ટિના પગલે નુકસાન થયેલ પરિવારોને મદદરૂપ થવાના ભાવ સાથેજામનગરના રોટરી ક્લબ ઓફ સેનોરઝ દ્વારા મારુ કંસારા હોલ નજીક વસવાટ કરતા 30થી વધુ માલધારી પરિવારોને રાસન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે રોટરી ડિસ્ટ્રીક્ટ 3060 ગવર્નર સંતોષ પ્રધાન રોટરી કેલબ ઓફ સેનોરઝના પ્રમુખ જયા ચવણ, આસિસ્ટન્ટ ગવર્નર મીનાક્ષી શાહ, ઈં.ઙ.ઙ. ડો.પ્રવીણા સાન્તવાનિ,રોટરી કેલબ ઓફ સેનોરઝ ના મેમ્બર સહારા મકવાણા, કમલાબેન હરિયા, નિશાબેન અય્યર, વીણા દત્તાણી, હિના ડી મહેતા,હિના આર મહેતા, ડો.કલ્પનાબેન ખંઢેરિયા, મંજુલાબેન ધામેચાસહિતના રોટરી ક્લબના અગ્રણીઓ તથા વિસ્તારના પૂર્વ કોપરેટર અને અગ્રણી યુસુફભાઈ ખફી, પાર્થ પટેલ લક્ષ્મી રેડી હાજર રહ્યા હતા.