Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરપૂ. ધીરગુરૂદેવના શાલીન સાંનિધ્યે રોશનીબેન આશરાની દિક્ષા આજ્ઞા અર્પણવિધિ

પૂ. ધીરગુરૂદેવના શાલીન સાંનિધ્યે રોશનીબેન આશરાની દિક્ષા આજ્ઞા અર્પણવિધિ

ઇન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ. ગુરુદેવ ધીરજમુનિ મ.સા.ના શુભંકર સાંનિધ્યે તા. 22ના સવારે 8:15 થી 9:15 કલાકે મધ્યમંગલ લોગસ્સ જાપ અને 9:30 થી 11 કલાકે હેલ્થ ઇઝ વેલ્થ વિષય પર શિબિર પ્રવચન મધ્યે પડધરી નિવાસી હાલ રાજકોટ નયનાબેન અને નલીનકુમાર આશરાના પુત્રી રોશનીબેનની દીક્ષા આજ્ઞા અર્પણવિધિ યોજાયેલ છે. દિક્ષાર્થી રોશનીબેન હાલ કે.ડી. શેઠ ઉપાશ્રયમાં ચાર્તુમાસમાં પ.પૂ. વિમલાબાઇ સ્વામી પાસે જ્ઞાન અભ્યાસ કરી રહ્યાં છે. ઇન્દ્રપ્રસ્થનગર સંઘના વાર્ષિક સભ્યપદની નોંધણી ચાલુ છે. પ્રવેશપત્ર ઓફિસમાંથી મેળવી લેવા. મહિલા ગ્રુપ પ્રેરીત ગૌમાતાને લાડુ ભોજનનો નકરો રૂા. 3000 છે. દર પંદર દિવસે વિતરણ કરવામાં આવે છે. દાતાઓને ઓફિસનો સંપર્ક કરવા યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular