હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી જ જામનગરમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના પરિણામે શહેરના મુખ્યમાર્ગો પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે સર્કીટ હાઉસ પાસેના રસ્તાઓ પર પાણી ભરતા લોકો સવારથી જ પરેશાન છે.
એક તરફ વરસાદી પાણી અને બીજી બાજુ સાફસફાઈના અભાવના પરિણામે ગંદકી પણ સર્જાઈ છે. તો કોર્ટની સામેની બાજુએ કેન્ટીન પાસે અરજી અને એફિડેવિટ કરાવવા માટે 30-35 જેટલા લોકો કામગીરી કરે છે તેઓએ પણ હેરાન છે. અને અહીં શહેરના અનેક લોકો પોતાના કામકાજ અર્થે આવતા હોવાથી સામાન્ય વરસાદના પરિણામે રસ્તાઓ પર પાણી ભરાય છે તેના લીધે તકલીફોનો સામનો કરી રહ્યા છે.