Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં વોર્ડ નં. 15 અને વોર્ડ નં. 13માં રસ્તા બંધ

જામનગરમાં વોર્ડ નં. 15 અને વોર્ડ નં. 13માં રસ્તા બંધ

જામનગરમાં વોર્ડ નં. 15માં ભૂગર્ભ ગટરના કામને લઇને તેમજ વોર્ડ નં. 13માં સીસી રોડના કામને લઇને માર્ગ બંધ રાખવા અંગે જામનગર મહાનગરપાલિકા કમિશનર દ્વારા નોટીસ બહાર પાડવામાં આવી છે.

- Advertisement -

કમિશનર ડી.એન. મોદીની નોટીસમાં જણાવ્યું છે કે, જામનગર મહાનગરપાલિકાની હદમાં વોર્ડ નં. 15, નેશનલ હાઇવે 151-એ, મેગા મોલની પાસેના રસ્તામાં પટેલ જનરલ સ્ટોર્સથી આકાશ ઇન્ટરનેશનલ સ્કૂલ થઇને મયુર એવેન્યુના ગેટને જોડતા રસ્તા સુધી ભૂગર્ભ ગટર પાઇપલાઇન નાખવાની કામગીરી અનુસંધાને સલામતીના ભાગરુપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા. 20-12-24થી તા. 15-1-25 સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર બંધ રાખવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવે છે. જે કોઇ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધી બીપીએમસી એકટ 1949 કલમ-392 અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.

વોર્ડ નં. 15, નેશનલ હાઇવે-151એ, મેગા મોલની પાસેના રસ્તામાં પટેલ જનરલ સ્ટોર્સથી આકાશ ઇન્ટરનેશનલ સ્કૂલ થઇને મયુર એવેન્યુના ગેટને જોડતો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે મયુર એવેન્યુ મેઇન રોડથી ચામુંડા કોલ્ડ્રીંકસ દુકાન થઇ આહીર ક્ધયા છાત્રાલયને જોડતા મેઇન રોડ થઇ સંસ્કારદીપ હોટલવાળા રડથી નસુમરાા પાટીયાવાળ રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની હદમાં વોર્ડ નં. 13માં કિશાન ચોકથી હાજીપરી ચોક સુધી તેમજ ઇમ્પીરીયલ મેડીકલના ચોક સુધી સીસી રોડનું કામ ચાલુ હોવાથી સલામતીના ભાગરુપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા. 14-12-24 થી તા. 13-1-25 સુધી રસ્તા પર વાહન વ્યવહાર ભારે વાહનો માટે બંધ રાખવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવે છે. જે કોઇ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધી બીપીએમસી એકટ 1949 કલમ-392 અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે. ટુ-વ્હીલર તથા તમામ પ્રકારના નાના વાહનો માટેની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા હાજીપીર (ખોજાનાકા)થી લાખાબાવળ થઇ બાઇની વાડી (ચુનાનો ભઠ્ઠો) થઇ 80 ફૂટને જોડતો રોડ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular