ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ વિધાનસભાના પ્રથમ સત્રમાં ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. રવિન્દ્ર જાડેજાએ શપથ લેતી વખતે પત્નીની કેટલીક તસવીરો પણ શેર કરી છે. આ સિવાય રવીન્દ્ર જાડેજાએ પોતાની પત્ની રીવાબાની તસવીર શેર કરી હતી.જેના બધા વખાણ કરી રહ્યા છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા ગુજરાતની જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી જીતી છે. તેમણે તેમના નજીકના હરીફ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરશનભાઈ કરમુરને હરાવ્યા.
ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર માનનીય શ્રી યોગેશભાઈ પટેલે આજ રોજ ગુજરાત વિધાનસભા ગૃહમાં ૭૮ જામનગર (ઉત્તર) ધારાસભ્ય તરીકે શપથગ્રહણ કરાવ્યા. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીશ્રીઓ,નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓ તેમજ હોદેદ્દારો ઉપસ્થિત રહ્યાં. @Rivaba4BJP pic.twitter.com/Z7FPkkb8rj
— Ravindrasinh jadeja (@imjadeja) December 19, 2022