મહારાષ્ટ્રના બેટસમેન અને આઇપીએલના ચેન્નાઈ સુપરકિંગ તરફથી રમતા ઋતુરાજ ગાયકવાડ ’લિસ્ટ એ’ ક્રિકેટનો વિશ્ર્વમાં સૌથી પહેલો બેટસમેન બન્યો છે. જેણે એક ઓવરમાં સળંગ સાત છગ્ગા સાથે 43 રન કર્યા હોય.
વિજય હઝારે વન-ડે ટુર્નામેન્ટની ઉત્તર પ્રદેશ સામેની ક્વાર્ટર ફાઇનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ’બી’ ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચમાં ઉત્તર પ્રદેશના ડાબેરી સ્પિનર શિવા સિંઘની ઇનિંગની 49મી ઓવરમાં તેણે 6- 6- 6 (નો-બોલ)- 6- 6- 6- 6 એમ સાત બોલમાં સાત છગ્ગા ફટકાર્યા હતા. સળંગ એક ઓવરમાં આટલા રન 2018- 2019 ન્યુઝીલેન્ડની કાર્ટર ટ્રોફીમાં નોર્ધન ડિસ્ટ્રીક્ટના કાર્ટર અને હેક્ટરને 43 રન સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટના બોલર લ્યુડિકને ફટકાર્યા હતા.
ગાયકવાડની આ ઝંઝાવાતી બેટિંગને લીધે મહારાષ્ટ્રે 50 ઓવરોમાં પાંચ વિકેટે 330 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ઉત્તર પ્રદેશે પણ હતાશ થયા વગર લડત આપી હતી પણ 47.4 ઓવરોમાં 272 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા. ગાયકવાડે 159 બોલમાં 10 ચોગ્ગા અને 16 છગ્ગા સાથે 138.36ના સ્ટ્રાઇક રેટથી 220 અણનમ રનની યાદગાર ઇનિંગ રમી હતી. જે પણ અણનમ રહી નોંધાયેલો રેકોર્ડ છે.