Thursday, January 16, 2025
Homeઆંતરરાષ્ટ્રીયઇરાકમાં અરાજકતા : ધર્મગુરૂના રાજકીય સંન્યાસ બાદ તોફાનો

ઇરાકમાં અરાજકતા : ધર્મગુરૂના રાજકીય સંન્યાસ બાદ તોફાનો

સિયા ધર્મગુરૂએ રાજકીય સંન્યાસ લેતા સમર્થકો ભડકયાં: રાષ્ટ્રપતિ ભવન પર કબજો : ગોળીબારમાં 20નાં મોત

- Advertisement -

શ્રીલંકા બાદ હવે ઈરાકમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. દેશમાં અંદાજે 10 મહિનાથી સરકારનું કશું ચાલતું જ ન હોય તેવી રીતે શક્તિશાળી શિયા ધર્મગુરૂ મુક્તદા અલ-સદરે પણ રાજકારણમાંથી સંન્યાસનું એલાન કરી દેતાં સ્થિતિ વણસી છે. તેમના આ નિર્ણય બાદ સમર્થકો ભડકી ઉઠ્યા હતા અને રાષ્ટ્રપતિ મહેલમાં ઘૂસી ગયા હતા.

- Advertisement -

આ પછી તેના અને ઈરાન સમર્થક ઈરાકીઓ વચ્ચે સંઘર્ષ શરૂ થઈ જવાને કારણે થયેલા ગોળીબારમાં 20 લોકોના માર્યા ગયાના અહેવાલો મળી રહ્યા છે. ઈરાકની રાજધાની બગદાદમાં અરાજકતાનો માહોલ છે. ઉગ્ર ભીડે શ્રીલંકાના ઘટનાક્રમની જેમ જ ઈરાકના રાષ્ટ્રપતિ ભવન અને સરકારી ભવનો ઉપર કબજો કરી લીધો છે. તેને ભગાડવા માટે સુરક્ષાદળો પણ નિષ્ફળ ગયા છે. ટોળામાં સામેલ અરાજક તત્ત્વ રાષ્ટ્રપતિના મહેલમાં બનેલા સ્વિમિંગ પુલમાં ધમાલ મચાવવા લાગ્યા હતા.

આ લોકો મુક્તદા અલ-સદરના સમર્થકો ગણાવવામાં આવી રહ્યા છે. મુક્તદા અલ-સદરે જેવું રાજકારણ છોડવાનું એલાન કર્યું કે તેના સમર્થકો ભડકી ઉઠ્યા હતા. આ પછી તેમની ઈરાન સમર્થકો સાથે અથડામણ શરૂ થઈ ગઈ હતી. બગદાદના માર્ગો ઉપર પથ્થરમારો શરૂ થઈ જતાં ભાગદોડ મચી હતી. આ પછી ઠેક-ઠેકાણે ગોળીબાર શરૂ થયા હતા. પ્રારંભીક અહેવાલોમાં 20 લોકોના મોત નિપજ્યા હોવાનું તો 19થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જણાવાઈ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે શ્રીલંકામાં જબરદસ્ત આર્થિક સંકટ બાદ પાછલા મહિનાઓમાં રાજકીય સંકટ ઉભું થઈ ગયું હતું.

- Advertisement -

ઉગ્ર ભીડ રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી ગઈ હતી અને સંસદને બંધક બનાવી લીધી હતી જેથી તત્કાલિન રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેએ દેશ છોડવા મજબૂર થવું પડ્યું હતું. ધર્મગુરૂએ જેવી રાજકારણ છોડવાની જાહેરાત કરી કે તેમના સમર્થકો મહેલમાં ઘૂસી ગયા હતા અને રિપબ્લીક પેલેસ ઉપર કબજો લઈ લીધો હતો. આ પેલેસમાં વડાપ્રધાનનું ઘર અને અન્ય સરકારી ઑફિસો છે. મહેલની અંદર દોરડાની મદદથી સમર્થકોએ પ્રવેશ કર્યો અને ત્યાં ઉભા કરાયેલા સિમેન્ટના બેરિયર્સને પણ તોડી પાડ્યા હતા. આ જગ્યા પર ઈરાકની સરકારના વડાનું રહેઠાણ છે. આ પહેલાં રાજધાની બગદાદમાં સત્તાનું કેન્દ્ર ગણાતાં વિસ્તારમાં શુક્રવારે એક પ્રભાવશાળી મૌલવીના આહવાન પર હજારો લોકો શક્તિ પ્રદર્શન માટે સામૂહિક નમાઝમાં પહોંચ્યા હતા. અત્યારે ઈરાકનું તાપમાન 48 ડિગ્રી હોવા છતાં લોકોએ ગરમીની પરવા કર્યા વગર વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. શિયા ધર્મગુરૂ ચૂંટણી જીતી ગયા છતાં સરકાર નહીં બનાવી શકતાં આ વિરોધ થઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular