સોશિયલ મીડિયા પર ઘણી વખત લગ્નવિધિના વીડિયો વાયરલ થતા હોય છે ત્યારે તાજેતરમાં એક લગ્નમાં રિંગ સેરેમનીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં વર કન્યા વીટી શોધી રહ્યા છે પરંતુ વીટી શોધતા શોધતા અચાનક એવું બને છે કે લોકો દંગ રહી જાય છે ત્યારે ચાલો નિહાળીએ આ વાયરલ વીડિયો જેમાં વર કન્યા સંઘર્ષ કરી રહ્યા છે અને અંતે જીત કોની થાય છે તે નિહાળીએ.
View this post on Instagram
હિન્દુધર્મમાં લગ્ન પહેલાં અને પછી ઘણી વખત વિધીઓ અને રીતરિવાજો ઉજવવામાં આવતા હોય છે. ત્યારે આ લગ્નવિધી પરિવારના દરેક સભ્યો માટે યાદગાર બની રહેતી હોય છે અને આ દરેક વિધીને લોકો કેમેરામાં કેદ રાખતા જોવા મળે છે ત્યારે તાજેતરમાં એક લગ્નવિધિ દરમિયાન વર અને વધુ વીટી શોધવાની વિધિ કરી રહ્યા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે પરંતુ આ વિધીમાં વર વધુને જોઇને લોકો દંગ રહી જાય છે અને જરા વિચારવા મજબુર થઈ જાય છે કે આ વિધી છે કે કુસ્તીનું મેદાન ?
ઈન્સ્ટાગ્રામ પર @khushiphotostudiobarjal એકાઉન્ટ પરથી આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં જોઇ શકાય છે કે, કેવી રીતે વાયરલ વીડિયોમાં દૂધમાં વીટી શોધવાની વિધી ચાલી રહી છે તેમાં વરરાજા અને કન્યા ખુબ સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે. ખુશીની આ પળો છે. દરેક હસી મજાક કરીને આ વિધીનો આનંદ લઇ રહ્યા છે. ત્યાં અચાનક આ વિધીમાં વળાંક આવે છે જ્યારે વરવધુ વીટી માટે એક બીજા સાથે લડે છે. વીડિયો જોઇને લાગે છે કે, રીંગ ગોતતા નથી પરંતુ, રીંગમાં કુસ્તી ચાલી રહી છે. ત્યારે વર અનુ વધુ વિધીને ગંભીરતાથી લે છે અને પોતાના પુરા પ્રયત્નો વીટી શોધવામાં લગાવી દે છે અને અંતે વીટી માટે ઝપાઝપી પર આવી જાય છે ત્યારે જાણે હવે આગળના જીવનની પ્રેક્ટિસ કરી રહ્યા હોય તેમ દુલ્હન જીતી જાય છે અને તે વરના હાથમાંથી વીટી છીનવી લઇ લે છે.
આ વિધી કરવા પાછળનું કારણ એ છે કે, આગામી દામ્પત્યજીવનમાં વર કે વધુ કોનું ચાલશે ? કેનું પ્રભુત્વ વધુ રહેશે ? તે જાણવા માટે તેમાં હળદર વાળા દૂધમાં વીટી નાખી અને વર અને વધુ તે શોધવા લાગે છે જેના હાથમાં તે આવે છે તેનું દામ્પત્યજીવનમાં પ્રભુત્વ રહેશે તેવું માનવામાં આવે છે. ત્યારે અહીં આ લગ્ન સમારોહમાં આ વિધી જોઇને આવેલા મહેમાનો તેમજ પરિવારના લોકો પણ દંગ રહી જાય છે.


