Saturday, January 17, 2026
Homeરાજ્યખંભાળિયામાં ભૂલા પડેલા પરપ્રાંતિય મહિલા તથા ત્રણ સંતાનોનું પરિવાર સાથે મિલન

ખંભાળિયામાં ભૂલા પડેલા પરપ્રાંતિય મહિલા તથા ત્રણ સંતાનોનું પરિવાર સાથે મિલન

સી ટીમની કામગીરીની ગૃહ રાજ્ય મંત્રી દ્વારા સરાહના

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં પોલીસ વિભાગની “SHE Team” દ્વારા વધુ એક નોંધપાત્ર કામગીરીની સરાહના કરવામાં આવી છે.
ખંભાળિયાના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ત્રણ બાળકો સાથે એક મહિલા ભૂલા પડ્યા હોવાની જાણ “SHE Team”ના ઇન્ચાર્જ પી.એસ.આઈ. કે.એન. ઠાકરીયા તથા સ્ટાફને થતાં આ મહિલા તથા બાળકોને પોલીસ સ્ટેશને લાવી અને પી.એસ.આઈ. ઠાકરીયા તથા સ્ટાફ દ્વારા તેમની પૂછપરછમાં ભૂલા પડેલા આ મહિલા સુશીલાબેન બાબુભાઈ ભીમસિંગ પટેલ (ઉ.વ. 29) કે જેઓ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના રહીશ હોય, તેઓ ભૂલા પડી ગયા હોવાથી મહિલા પી.એસ.આઈ. કે.એન. ઠાકરીયા દ્વારા પરપ્રાંતિય મહિલાની કાળજી લઈ, તેણીના સગા સંબંધીઓની ભાળ મેળવીને પરીવારજનો સાથે તેઓનું મિલન કરાવ્યું હતું.
“SHE Team”ની આ સમગ્ર કામગીરીની સરાહના જિલ્લા પોલીસ વડા સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ કરવામાં આવી હતી. આ કામગીરીમાં પી.આઈ. જુડાલ, પી.એસ.આઈ. ઠાકરીયા, સાથે સ્ટાફના હેમતભાઈ નંદાણીયા, યોગરાજસિંહ ઝાલા, કાનાભાઈ લુણા, શીતલબેન કાપડીયા, મણીબેન, જ્યોતિબેન, હેતલબેન વિગેરે સાથે રહ્યા હતા.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular