જોડિયા તાલુકાના બાલંભા ગામમાં રહેતાં નિવૃત્ત શિક્ષકને તેના ઘરે હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના બાલંભા ગામમાં રહેતાં નિવૃત્ત શિક્ષક પરષોતમભાઇ ધરમશીભાઈ પરમાર (ઉ.વ.73) નામના વૃદ્ધને ગુરૂવારે સવારના સમયે ગાંધી ચોકમાં બેઠાં હતાં તે દરમિયાન હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના ભાઈ કરશનભાઈ દ્વારા જાણ કરાતા એેએસઆઈ આર.એમ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ આરંભી હતી.