Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નિવૃત્ત આર્મીમેનો પણ ઝંપલાવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નિવૃત્ત આર્મીમેનો પણ ઝંપલાવશે

- Advertisement -

આગામી ડિસેમ્બર માસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની જુદી જુદી બેઠક પરથી નિવૃત આર્મીમેન પણ ઝંપલાવે તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.

- Advertisement -

ગુજરાત રાજ્યમાં નિવૃત મિલટ્રીમેન તથા પેરા મીલેટરીમોનોના લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્ર્નો અંગે જાગૃતિ તથા નિરાકરણ ના આવતા રાજ્ય સરકારને અવારનવાર કરવામાં આવેલી રજૂઆતો પછી પણ તેનું પરિણામ ન આવતા ગાંધીનગર ખાતે તાજેતરમાં એક બેઠક યોજવામાં આવી હતી.

જેમાં જુદી-જુદી વિધાનસભા બેઠક માટે 50 જેટલા પમિલીટરી તથા પેરામિલીટરીના નિવૃત્ત જવાનો વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ખંભાળિયા અને દ્વારકા બેઠકનું પણ નામ હોવાનો ચર્ચાઈ રહ્યું છે. કેટલીક બેઠકો પર નિવૃત્ત મીલીટરીમેન દ્વારા સંતો, મહંતોને પણ ઉભા રાખવાનું આયોજન પણ વિચારવામાં આવી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular