Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરનવાનગર સરકારી હાઈસ્કૂલનું ધો.10 અને 12 નું 100 ટકા પરિણામની હેટ્રીક

નવાનગર સરકારી હાઈસ્કૂલનું ધો.10 અને 12 નું 100 ટકા પરિણામની હેટ્રીક

શાળાના આચાર્ય અને શિક્ષકોની મહેનત રંગ લાવી

- Advertisement -

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2022 માં લેવાયેલી ધો.10 અને ધો.12 ના સામાન્ય પ્રવાહની તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામમાં જામનગરમાં 1876 માં સ્થાપના થયેલી શ્રી નવાનગર સરકારી હાઈસ્કૂલનું પરિણામ 100 ટકા આવ્યું છે. આ સરકારી હાઈસ્કૂલના ઈતિહાસમાં યશ કલગીરૂપ એસ.એસ.સી, એચ.એસ.સી. સામાન્ય પ્રવાહ અને એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહ સહિત ત્રણેયનું પરિણામ 100 ટકા આવતા હેટ્રીક નોંધાવી હતી. એક તરફ ખાનગી શાળાઓની હરીફાઈ વચ્ચે જામનગરમાં નવાનગર હાઈસ્કૂલમાં 100 ટકા પરિણામની હેટ્રીક આચાર્ય ફાલ્ગુનીબેન પટેલના માર્ગદર્શન હેઠળ અને શૈક્ષણિક કર્મચારીગણ દ્વારા ભારે જહેમતના કારણે આ પરિણામ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ ત્રણેય પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને શાળાના આચાર્યા ફાલ્ગુનીબેન પટેલ તથા શિક્ષકો અને કર્મચારીગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular