Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં મેઘરાજાના વિરામથી રાહત

જામનગર શહેર-જિલ્લામાં મેઘરાજાના વિરામથી રાહત

જોડિયામાં દોઢ અને ધ્રોલ તથા બાલંભામાં એક-એક ઈંચ : જિલ્લામાં અન્ય તાલુકાઓમાં સામાન્ય ઝાપટાં

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં 24 કલાક દરમિયાન સામાન્ય ઝાપટાથી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જો કે, જિલ્લામાં વરસાદનું જોર નરમ પડતા રાહત અનુભવાઈ હતી. આજે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન જોડિયામાં દોઢ ઈંચ, ધ્રોલ, બાલંભામાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો.

- Advertisement -

આ વર્ષે ચોમાસાની સીઝનનો પ્રારંભ થતાની સાથે જ પ્રથમ રાઉન્ડમાં મેઘરાજાએ જામનગર શહેર અને જિલ્લામાં ધરવી દીધો હતો. જેમાં સરેરાશ વરસાદ જેટલો વરસાદ પ્રથમ રાઉન્ડમાં જ પડી જતાં મોટાભાગના જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થવાથી અમુક ડેમો ઓવરફલો થઈ ગયા હતાં. જ્યારે બીજા રાઉન્ડમાં મેઘમહેર અવિરત રહેતા સમગ્ર જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી-પાણી થઈ ગયા હતાં. આજે સવારે 6 વાગ્યે પૂરા થતા છેલ્લાં 24 કલાકમાં જોડિયા ગામમાં વધુ દોઢ ઇંચ પાણી આકાશમાંથી વરસ્યું હતું. આ વરસાદ બપોરે 2 વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધીમાં વરસી ગયો હતો. જ્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બાલંભામાં વધુ એક ઈંચ પાણી પડયું હતું અને હડિયાણા તથા પીઠડમાં અડધો-અડધો ઈંચ ઝાપટારૂપે વરસ્યો હતો.

તેમજ ધ્રોલમાં 24 કલાક દરમિયાન વધુ એક ઈંચ વરસાદ વરસ્યો હતો. આ વરસાદ સમયાંતરે ઝાપટાંરૂપે પડયો હતો. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. જામનગર શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સમયાંતરે ઝાપટાં વરસ્યા હતાં. જો કે, ગ્રામ્ય વિસ્તારોમાં લાખાબાવળ, મોટી બાણુંગાર અને મોટી ભલસાણમાં અડધો-અડધો ઈંચ ઝાપટાંરૂપે પાણી પડયું હતું તેમજ વસઈ, ફલ્લા, જામ વણથલી, અલિયાબાડા અને દરેડમાં જોરદાર ઝાપટાં પડયા હતાં.

- Advertisement -

જામજોધપુરમાં છૂટાછવાયા જોરદાર ઝાપટાં વરસ્યા હતાં. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જામવાડીમાં પોણો ઇંચ જ્યારે સમાણા, ધુનડા અને ધ્રાફામાં અડધો-અડધો ઈંચ પાણી પડયું હતું તથા શેઠવડાળા, વાંસજાળિયામાં જોરદાર ઝાપટાં વરસ્યા હતાં. કાલાવડમાં સામાન્ય છાંટા પડયા હતાં અને ગ્રામ્ય વિસ્તારોમાં નવાગામમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. મોટા પાંચદેવડામાં અડધો ઈંચ તથા મોટા વડાળા અને નિકાવામાં જોરદાર ઝાપટાં પડયાના અહેવાલ છે. જ્યારે લાલપુરમાં સામાન્ય ઝાપટાં પડયા હતાં અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીપરટોડા અને હરીપરમાં જોરદાર ઝાપટાં વરસ્યા છે. આજે સવારે છ વાગ્યા સુધીના જામનગર જિલ્લાના વરસાદના કુલ આંકડાઓમાં નઝર કરીએ તો જામનગર 1175 મિ.મી., જોડિયા 664 મિ.મી., ધ્રોલ 709 મિ.મી., કાલાવડમાં 721 મિ.મી., લાલપુરમાં 571 મિ.મી. અને જામજોધપુર 735 મિ.મી. વરસાદ નોંધાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular