Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની દુર્ગંધ સામે રહેવાસીઓનો આક્રોશ

વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની દુર્ગંધ સામે રહેવાસીઓનો આક્રોશ

વોર્ડ નં-2 અને 4ના કોર્પોરેટરોની આગેવાની હેઠળ રહેવાસીઓએ જામ્યુકો કચેરીએ કર્યું વિરોધ પ્રદર્શન : પ્લાન્ટને તાકિદે દૂર કરવા અથવા અન્યત્ર ખસેડવા માંગણી : પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચિમકી

- Advertisement -

જામનગરમાં ગાંધીનગર પાસે નિર્માણ પામેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાંથી ફેલાતા પ્રદુષણ અને કચરાની અસહ્ય દુર્ગંધથી ત્રાહિમામ વોર્ડ ર અને 4ના રહેવાસીઓએ આજે જામ્યુકો કચેરીએ હલ્લાબોલ્લ કર્યું હતું. બન્ને વોર્ડના કોર્પોરેટરોની આગેવાની હેઠળ આ વોર્ડના રહેવાસીઓએ પ્લાન્ટ સામે વિરોધ દર્શાવી પ્લાન્ટને બંધ કરવા અથવા અન્યત્ર ખસેડવા માંગણી કરતું આવેદન કમિશનરને સુપ્રત કર્યુ હતું.

- Advertisement -

જામનગરમાં ગાંધીનગર પાસે વેસ્ટ ટુ એનર્જીના પ્રોજેકટના પ્લાન્ટ દ્વારા શહેરનો કચરો પ્રોસેસ કરીને તેમાંથી વિજળી ઉત્પન્ન કરવામાં આવે છે.

- Advertisement -

આ પ્લાન્ટમાં વિજળી ઉત્પન્ન કરવા માટે શહેરભરના કચરાનો ઉપયોગ કરવામાં આવતો હોય પ્રોસેસ માટે એકત્ર કરવામાં આવતા કચરાની તિવ્ર દુર્ગધ આસપાસના વિસ્તારમાં પ્રસરી રહી છે. જેને કારણે રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. તેમજ કચરાને કારણે આ વિસ્તારમાં પ્રદુષણ ફેલાતું હોય તેના વિરોધમાં વોર્ડ નં. ર અને વોર્ડ નં.4ના કોર્પોરેટરો જયેન્દ્રસિંહ ઝાલા, કેશુભાઇ માડમ, રચના નંદાણીયા, પૃથ્વીસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, ડિમ્પલબેન રાવલ, પ્રજ્ઞાબા સોઢાની આગેવાની હેઠળ વોર્ડના રહેવાસીઓએ આજે જામ્યુકોની કચેરીએ હલ્લાબોલ કર્યું હતું. પ્લાન્ટને દુર કરવાની માંગણી કરતાં બેનરો અને પોસ્ટરો સાથે કચેરી બહાર આક્રમણ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. ત્યારબાદ કોર્પોરેટરો અને આગેવાનોએ પ્રદુષણ અને દુર્ગધની સમસ્યાના વિરોધમાં કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર વેસ્ટ ટુ એનર્જી પ્રોજેકટમાં કચરો પ્રોસેસ કરવામાં આવતો હોવાને કારણે આ વિસ્તારમાં તીવ્ર દુગર્ઘ પ્રસરી રહી છે તેમજ ધુમાડો અને રાખનું પ્રદુષણ પણ ફેલાઇ રહ્યું છે જેને કારણે પ્લાન્ટ આસપાસના રહેવાસીઓ માટે રહેવું ખૂબજ ત્રાસદાયક બની ગયું છે. પ્રદુષણ અને દુર્ગધને કારણે લોકોનું આરોગ્ય પણ જોખમાઇ રહ્યું છે. લોકોની આંખોમાં બળતરા, શ્ર્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ સર્જાઇ રહી છે. જેને કારણે ભવિષ્યમાં લોકોના આરોગ્યને ગંભીર નુકસાન પહોંચી શકે છે.

આ ઉપરાંત પ્લાન્ટમાંથી પ્રસરતાં પ્રદુષણને કાણે નજીકમાં જ આવેલાં ખીજડીયા પક્ષી અભ્યારણયને પણ ગંભીર નુકસાન થવાની ભીતિ દર્શાવવામાં આવી છે. લોકોએ આ અંગે ગત 28 ડિસેમ્બરના રોજ પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીને પણ આ અંગે રજૂઆત કરી હતી. તેમણે પણ આ વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ આવતી હોવાનું સ્વીકાર્યુ હતું. વોર્ડના રહેવાસીઓ દ્વારા આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટને તાકિદે બંધ કરવા અથવા તો તેને રહેણાંક વિસ્તારથી દૂર ખસેડવા માંગણી કરવામાં આવી છે. જો આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવામા નહીં આવે તો કમિશનરની ઓફિસ બહાર ધરણાં યોજી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular