Sunday, January 12, 2025
Homeરાજ્યજામનગરભરઉનાળે વિજ ધાંધિયાથી ગાંધીનગર-પુનિતનગર વિસ્તારના રહેવાસીઓ ત્રાહિમામ

ભરઉનાળે વિજ ધાંધિયાથી ગાંધીનગર-પુનિતનગર વિસ્તારના રહેવાસીઓ ત્રાહિમામ

ફોન પર વિજ કંપનીના જવાબદાર કર્મચારીઓ યોગ્ય જવાબ આપતા ન હોવાથી લોકોમાં આક્રોશ : પટેલ કોલોની વિસ્તારમાંને પણ અસર

- Advertisement -

એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી લોકોને પરેશાન કરી રહી છે. ત્યારે બીજીતરફ જામનગરના અનેક વિસ્તારોમાં વિજ ધાંધિયાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કોઇપણ કારણ વગર ઝિંકવામાં આવતાં પાવરકાપ, લોડ શેડીંગ તેમજ મરામતના બહાને અનેક વિસ્તારોમાં વિજ પુરવઠો બંધ કરી દેવામાં આવતાં વિજ કંપની સામે લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે.

- Advertisement -

જામનગર શહેરના ગાંધીનગર, પુનિતનગર, મચ્છરનગર પટેલ કોલોની સહિતના વિસ્તારોમાં અવાર-નવાર વિજ પુરવઠો ખોરવાઇ જાય છે. ખાસ કરીને રાત્રીના સમયે ખોરવાતાં વિજ પુરવઠાના કારણે લોકોની મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. વારંવાર ખોરવાતાં વિજ પુરવઠા અંગે રહેવાસીઓ દ્વારા જ્યારે વિજ કચેરીએ ફોન કરવામાં આવે છે. ત્યારે ગ્રાહકોના ફોન રિસીવ કરવામાં આવતાં નથી. તો બીજીતરફ વિજ કંપની દ્વારા આપવામાં આવેલા ફોલ્ટ માટેના મોબાઇલ નંબરો પણ અધિકારીઓ ઉપાડતાં નથી. જ્યારે ફોન લાગી જાય તો ગ્રાહકોને ગોળ-ગોળ જવાબ આપી ઉઠા ભણાવી દેવામાં આવે છે. ભરઉનાળે છાસવારે ખોરવાતાં વિજ પુરવઠાને કારણે વિજ કંપનીની પ્રિ-મોન્સુન કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે. લાખો કરોડોના ખર્ચ છતાં દર ઉનાળે અને ચોમાસાના પ્રારંભે જામનગરના લોકોને વિજ ધાંધિયાનો સામનો કરવો પડે છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ અવાર-નવાર વિજ પુરવઠો ખોરવાઇ જતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. લોકોની ફરિયાદો ઉઠતાં જે તે વિસ્તારના કોર્પોરેટરોને પણ દોડાદોડી થઇ પડી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular