જામનગર શહેરના લીમડાલાઇન નજીક ગુરુદ્વારા સામેની શેરીમાં રોડનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે રોડ ખોદી નાખવામાં આવ્યા છે. રોડ અને ભૂગર્ભ ગટરના કામ ધીમી ગતિએ ચાલી રહ્યા હોય, આ વિસ્તારના રહેવાસીઓમાં રોષની લાગણી છવાઇ છે. તેમજ ગંદકીના કારણે બિમારી પણ ફેલાઇ રહી છે. રોડ ખોદેલ હોય ભૂગર્ભ ગટરનું પાણી પીવાના પાણી સાથે મિક્સ થઇ રહ્યું હોવાનું પણ રહેવાસીઓ જણાવી રહ્યા છે. તેમજ બિમારીમાં અહીં એમ્બ્યુલન્સ પણ આવી શકે તેમ ન હોય વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરવામાં આવે તેમ લોકો માગણી કરી રહ્યા છે.