Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરસિસોટી બતકના 15 બચ્ચા સાથે રેસ્કયુ....

સિસોટી બતકના 15 બચ્ચા સાથે રેસ્કયુ….

- Advertisement -

જામનગરમાં વરસાદની સિઝનમાં સિસોટી અને નકટો બતકના શહેરમાં માળા થતા હોય આ સિઝનમાં મોટી સંખ્યામાં બચ્ચા રોડ પર કે શેરી ગલીઓમાં મા-બાપ સાથે આવી ચડતા હોય છે જો તેને તાત્કાલિક બચાવી સુરક્ષીત જળાશયમાં મુકત કરવામાં ન આવે તો શેરી શ્ર્વાન કે બિલાડાનો ભોગ બની જતા હોય છે. બુધવારની વહેલી સવારે ડીકેવી કોલેજ રોડ પર 15 બચ્ચા સાથે ની સિસોટી બતક રોડ ક્રોસ કરી માધવ બિલ્ડીંગ તરફ જઈ રહી હોવાની જાણકારી જાગૃત નગરજન મનીષભાઈ શાહ દ્વારા મળતા પર્યાવરણ સંસ્થા સાથે જોડાયેલા ઉમેશ ખેતાણી અને આનંદ પ્રજાપતિને જાણ કરી હતી..15 બચ્ચા ને તેની મા સાથે રેસ્કયુ કરી જામનગરના રણમલ તળાવ ખાતે મુકત કરવામાં આવ્યા હતાં. છેલ્લા બે દિવસમાં ચારેક જેટલા પક્ષીઓને તેના બચ્ચાઓ સાથે સફળતાપુર્વક રેસ્કયુ કરી તળાવમાં મુકત કરવામાં આવેલ છે. હાલમાં આવી બચ્ચા સાથે ની બતકો શહેરના રહેણાંક વિસ્તારમાં જોવા મળે તો તાત્કાલિક વન વિભાગ કે પર્યાવરણક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ કે કાર્યકરોને જાણ કરવી જેથી આ પક્ષીઓને બચાવી સુરક્ષિત સ્થળે મુકત કરી શકાય. (તસ્વીર:વિશ્વાસ ઠકકર)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular