દ્રારકાનાં ઘઢેચી ગામેથી ઓખાનાં રાજભા કેર ને કોલ આવ્યો કે 5 દિવસથી ગામનાં એક કૂવામાં બે નાગ દેખાઈ રહ્યા છે, તે નાગ ઉપર ચડવાની કોશિષ કરતા હતા પરંતુ ચડી શકતા નહોતા, ત્યારે તા.15/4/2022 નાં રોજ રાજભા ગઢેચી દોડી જઈને બન્ને નાગને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢયા હતા. પોતાની પાસેનાં સાધનો અને મિત્રોની મદદથી આ નાગનાં જોડલાને પકડીને ફોરેસ્ટ વિભાગનાં નિલેષભાઈને હવાલે કરાયા હતા.
ઓખાનાં રાજભા કેર છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનાં ઝેરી અને ભયાનક સાપનું રેસ્કયુ કરીને જંગલ ખાતાને સુપ્રત કરે અથવા જંગલની સુરક્ષિત સ્થાને મુકત કરે છે.