Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVIDEO - જામનગરમાં એનસીસી દ્વારા ગણતંત્ર દિવસ પરેડ પસંદગી તથા વાર્ષિક સંયુક્ત...

VIDEO – જામનગરમાં એનસીસી દ્વારા ગણતંત્ર દિવસ પરેડ પસંદગી તથા વાર્ષિક સંયુક્ત તાલિમ કેમ્પનું આયોજન

આર્મી તથા નેવીના શાળા-કોલેજના 320 કેડેટસે ભાગ લીધો : સાંસ્કૃત્તિક કાર્યક્રમ, રમત-ગમત, પરેડ, સ્વચ્છતા વિવિધ વિભાગોમાં કેડેટસે મેડલ્સ જીત્યા

- Advertisement -

જામનગરમાં તા. 5-10-2022થી તા. 12-10-2022 સુધી એસએસબી પરિસરમાં (વાલસુરા રોડ) એનસીસી આર્મી તથા નેવીના શાળા-કોલેજના 320 કેડે્ટસ માટે આઠ દિવસિય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર તથા 27 ગુજરાત એનસીસી બટાલિયન દ્વારા આ પીઆરઇ-આરડીસી-3 (પ્રિ- રિપબ્લિક ડે કેમ્પ-3) તથા સીએટીસી-16 (કોમ્બિનેડ એનયુઅલ ટ્રેઇનિંગ કેમ્પ) સંયુક્ત કેમ્પમાં કેડેટસને ફાયરીંગ, ડ્રીલ, પીટી, રમત-ગમત, સંરક્ષણને લગતા વિવિધ વિષયોની રસપ્રદ તાલિમ આપવામાં આવી હતી.
આ કેમ્પમાં કપરી તાલિમ લઇ પસંદગી પામેલા આર્મી તથા નેવીના 49 કેડે્ટસ અમદાવાદમાં યોજાનારા આરડીસી કેડેટસ અમદાવાદમાં યોજાનારા આરડીસી પસંદગીના કેમ્પમાં ભાગ લેશે. જ્યાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ જિલ્લાનાં ગ્રુપ હેડ કવાર્ટરના કેડેટસ સામેલ થશે. અંતમાં, રાજ્યકક્ષાએ ગજુરાતભરમાંથી પસંદ થયેલા 110 કેડેટસ ગણતંત્ર દિવસની પરેડની તાલિમ માટે દિલ્હી જશે.

- Advertisement -

આરડીસી પરેડ (ગણતંત્ર દિવસ)ની પરેડમાં કેડેટ્સના ગાર્ડ ઓફ ઓનર, કર્તવ્ય પથ, પીએમ રેલી (પ્રાઇમ મિનિસ્ટર રેલી), બેસ્ટ કેડેટ, સાંસ્કૃત્તિક કાર્યક્રમ એમ વિવિધ ભાગોમાં પસંદગી થાય છે. 16 કિલોમીટર લાંબા કર્તવ્ય પથ એનસીસી કેડેટને જ્યારે આરડીસી પરેડની તક મળે છે. તે દિવસ તેના માટે તથા સમગ્ર ભારત માટે ગૌરવનો સોનેરી દિવસ હોય છે.

- Advertisement -

તા. 11-10-22ના રોજ આ એનસીસી તાલિમ કેમ્પમાં સાંસ્કૃત્તિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુંં હતું. જેમાં કેડેટસ દ્વારા ગરબા, ડ્રીલ ડેમો, રિમીકસ નૃત્ય વગેરે વિવિધ કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કેમ્પ કમાન્ડટ કર્નલ મનિષ મલ્હોત્રા (27 ગુજરાત એનસીસી બટાલિયન), કર્નલ ડી.એસ. વર્મા, સુબેદાર મેજર લાલ બહાદુર તથા પીઆઇ સ્ટાફ અને એસોસિએટ એનસીસી ઓફિસર્સના અથાગ પરિશ્રમથી આ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular