Friday, November 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરની ડેન્ટલ હોસ્પિટલના ખાડે ગયેલાં વહિવટ અંગે આરોગ્ય સચિવને રજુઆત

જામનગરની ડેન્ટલ હોસ્પિટલના ખાડે ગયેલાં વહિવટ અંગે આરોગ્ય સચિવને રજુઆત

શિખાઉ અને અજ્ઞાન તબિબ વિદ્યાર્થીઓ દ્વારા દર્દીઓનું નિદાન...! : જવાબદાર તબિબ વગર જ કરાઇ છે સારવાર : ખાનગી તબિબોને કમાવી દેવાનો કારસો...? : જિલ્લા કલેકટરને જામનગરની સંસ્થા દ્વારા તપાસ કરવા માંગણી

- Advertisement -

રાજય સરકાર દ્વારા જીલ્લાના દર્દીઓને સારી સુવિધાઓ સાથે તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થાય તે હેતુથી હોસ્પિટલો બનાવવામાં આવે છે. પરંતું હોસ્પિટલમાં ફરજ બજાવતાં તબિબોની બેદરકારીના કારણે દર્દીઓ પરેશાન થાય છે અને જુનિયર તબિબોના ખોટા નિદાનના કારણે યાતનાઓ ભોગવવી પડે છે. જામનગરની ડેન્ટલ હોસ્પિટલમાં આવતાં દર્દીઓનું સાચું નિદાન થતું નથી અને દર્દીના આરોગ્ય સાથે ચેડા થતાં હોવાના કારણે ખાનગી તબીબો પાસે ના છુટકે જવું પડે છે.

- Advertisement -

સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાતા જામનગરમાં સૌથી મોટી એવી ગુરૂ ગોવિંદસિંગ હોસ્પિટલ આવેલી છે. ઉપરાંત આ શહેરમાં આયુર્વેદ યુની. અને મેડિકલ કોલેજ તથા ડેન્ટલ હોસ્પિટલ પણ આવેલી છે. જામનગરની આયુર્વેદ યુની. વિશ્ર્વ વિખ્યાત બની ગઇ છે. જામનગરની ડેન્ટલ હોસ્પિટલ સંદર્ભે મળેલી વ્યાપક ફરિયાદોને ધ્યાનમાં રાખીને જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ સંસ્થા દ્વારા ડેન્ટલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. આ હોસ્પિટલના સારવાર માટે આવતા દર્દીઓનું નિદાન વિદ્યાર્થી દ્વારા કરવામાં આવે છે. પરંતું આ વિદ્યાર્થીઓ અજ્ઞાન અને શિખાઉ હોવાથી સારવાર માટે આવેલા દર્દીઓના નિદાન પણ ખોટા થાય છે અને દાંત તથા દાઢ કઢાવવા માટે તેમજ ચાંદી પૂરાવવાના નિદાનો ખોટા થતાં હોય છે. ઉપરાંત આ નિદાન કરાતી વખતે શિખાઉ વિદ્યાર્થી ઉપર કોઇ પણ જવાબદાર તબિબ હાજર રહેતાં નથી. જેના કારણે દર્દીનું ચોકકસ નિદાન થતું નથી. જેનો ભોગ દર્દીઓને બનવું પડે છે.

ઉપરાંત દવા આપવાની બારીમાં અને એકસ-રે વિભાગમાં આવતાં દર્દીઓ સાથે ઉધ્ધતાઇ ભર્યું વર્તન કરવામાં આવે છે અને સામાન્ય સંજોગોમાં દાંત બતાવવા આવેલાં દર્દીઓએ 3 થી 4 કલાક જેટલો સમય રાહ જોવી પડે છે તેમ છતાં દર્દીનું સાચું નિદાન થતું નથી. પરંતું ખોટું નિદાન કરીને દર્દીઓના આરોગ્ય સાથે ચેડા થાય છે અને દર્દીઓએ ના છુટકે ખાનગી તબિબો પાસે જવું પડે છે. લાખો રૂપિયાની સરકાર ગ્રાન્ટ આપતી હોવા છતાંય તબિબો અને તબિબ વિદ્યાર્થીઓની બેદરકારીને કારણે જામનગરની જનતાને ડેન્ટલ હોસ્પિટલમાં લાભ મળતો નથી. તથા સરકારની છબી પણ ખરડાઇ છે.આ હોસ્પિટલમાં તબિબો ખાનગી તબિબોને લાભ મળે તે માટે આવું વર્તન કરે છે કે પછી અન્ય કોઇ કારણ જવાબદાર છે…?

- Advertisement -

હાલમાં જ અવાર-નવાર દર્દીઓની મળેલી વ્યાપક ફરિયાદોને ધ્યાનમાં રાખીને જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગેરહાજર રહેતાં ડેન્ટલ હોસ્પિટલના તબિબો અને શિખાઉ તબિબ વિદ્યાર્થીઓની બેદરકારીના મામલે સંસ્થાના ડિન નયનાબેનને રજૂઆત કરવામાં આવી હતી. પરંતું તેઓ પાસે સંસ્થાના પ્રતિનિધિઓને મળવાનો સમય ન હતો અથવા તો મળવા ન માગતા હોય તેવું જણાયું હતું. જો અમારી સંસ્થાના પ્રતિનિધિઓને આવો કડવો અનુભવ થતો હોય તો, સામાન્ય અને ગરીબ દર્દીઓની હાલત શું થતી હશે…!? સંસ્થાના પ્રતિનિધિઓને થયેલો આવો કડવો અનુભવ તો દરેક સામાન્ય અને ગરીબ દર્દીઓને થતો હોય છે પરંતુ બિચારા ગરીબ દર્દીની વ્યથા કોણ સાંભળે…? જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી કિશોરભાઇ મજીઠિયા દ્વારા જામનગરની ડેન્ટલ હોસ્પિટલના ડિનની બેદરકારી સામે પણ તપાસ કરવા અને હોસ્પિટલના તબિબો સામે તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવા રાજયના આરોગ્ય સચિવ અને જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવાની માંગણી કરી હતી. ઉપરાંત આ હોસ્પિટલમાં આવતાં દર્દીઓને પડતી તકલીફ માટે ફરિયાદ બોકસ રાખવા જરૂરી સુચનાઓ ડીનને આપવી જોઇએ અને આ બોકસમાં આવેલી ફરિયાદોનું તાત્કાલીક ધોરણે નિકાલ થવો જોઇએ તથા અનુભવી ડોકટરની હાજરી વગર તબિબ વિદ્યાર્થી સારવાર માટે આવેલા દર્દીઓને તપાસે નહીં કેમ કે, દર્દીઓનું નિદાન ખોટું થતું હોય છે દર્દીઓના હિતમાં તેવી માંગણી આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular