સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા કમોસમી વરસાદથી ખેતીપાકને થયેલ નુંકશાનનું વળતર ચુકવવા મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
જામનગર સંસદીય મતવિસ્તારના જામનગર/દેવભૂમિ દ્રારકા અને મોરબી જીલ્લાના વિસ્તારોના ગામોમાં કમોસમી વરસાદના કારણે જીરૂ, ચણા, ધંઉ, ધાણા,કપાસ વિગેરે પાકોને નુકશાન થયું છે. જે અંગે સર્વે કરાવીને ખેડૂતોના પાકને થયેલ નુક્શાનનું વળતર ચુકવવા સંસદસભ્ય પૂનમબેન માડમએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દૂભાઈ પટેલ તથા કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલને રજુઆત કરી છે.