દેશમાં તેલની કિંમતોની સાથે જ દરેક વસ્તુઓની વધતી કિમતોથી પરેશાન ભારતીય પરિવારોએ ટૂથપેસ્ટથી માંડીને સાબુ સુધી રોજબરોજની વસ્તુઓ પર ખર્ચમાં કાપ મુક્યો છે. જોવા મળી છે કે માંગમાં ઘટાડાના કારણે ભારતની કેટલાક સૌથી ગ્રાહક વસ્તુ કંપનીઓનું વેચાણ ઓછુ થઇ ગયું છે. કંપનીઓએ ખાદ્ય પદાર્થોથી માંડીને ડિટર્જન્ટ સુધી અંદાજે દરેક વસ્તુના ભાવ વધારી દીધા છે. મુખ્ય રૂપથી ભાવ વધારાના ફુગાવાના કારણે જો કાચા માલની ઉચ્ચ કિમતોનો વધારો સમજી શકાય છે. બજારના આંકડાથી માલુમ પડે છે કે ગ્રામીણ વિસ્તારોમાં વેચાણમાં વધુ ઘટાડો નોંધાયો છે.
પૈસા બચાવા માટે પરિવાર નાના પેકેજો અથવા નિયમિત બ્રાંડના સસ્તા વિકલ્પો તરફ આગ વધ્યા છે. કારણ એ કે જેમ કે યુક્રેન સંઘર્ષથી મોંઘા થયેલા તેલ અને સપ્લાય ચેન તૂટવાના કારણે મોંઘવારી સમૃદ્ધ અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓમાં સમાન રૂપથી વધી ગઈ છે. અમેરિકી મોંઘવારી રેકોર્ડ 18 ટકા સ્તર પર પહોંચી છે.જયારે યુકેમાં ગ્રાહક કિંમતો 7 ટકા સુધી પોચી છે.
ભારતમાં છૂટક ફુગાવાનો દર માર્ચમાં વધીને 6.95 ટકા થઇ ગયો છે. જે ખાદ્ય કિંમતોમાં તેજ ઉછાળાના કારણે છેલ્લા 17 મહિનાના ઉચ્ચસ્તર પર પહોંચી ગયો છે. જયારે કિંમતો વધે છે તો તે પૈસાના મૂલ્યને ઘટાડે છે.ખાદ્ય કિંમતોમાં વધારો ગરીબ પરિવારોને વધુ પ્રભાવિત કરે છે. કારણકે તે તેમના બજેટનો વધુ ભાગ અમીરોની સરખામણીએ ભોજન પર ખર્ચ કરે છે.