જામનગરના સમાજ સેવી એવા વસ્તાભાઇ કેશવાલાના જીવનમાંથી પ્રેરણા લઇ ભાવી પેઢી તેઓએ કંડારેલી કેડી ઉપર આગળ વધી શકે તે હેતુથી ફૂલછાબના પૂર્વતંત્રી અને લેખક કૌશિકભાઇ મહેતા દ્વારા ‘દિન દુ:ખીયાના વ્હાલા: વસ્તાભાઇ કેશવાલા’ પુસ્તક લખવામાં આવ્યું છે. જેનું વિમોચન ગઇકાલ તા. 1 ઓકટોબરના રોજ પ-નવતનપુરીધામ ખિજડા મંદિરના સભાખંડમાં આચાર્ય કૃષ્ણમણિ મહારાજના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ તકે પુસ્તકના લેખક કૌશિકભાઇ મહેતા, વસ્તાભાઇ કેશવાલા, વસ્તાભાઇના મોટાભાઇ ભાયાભાઇ કેશવાલા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અશોકભાઇ નંદા, લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ, ડો. હિમાંશુ પાઢ, ડો. જોગીનભાઇ જોશી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.