Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં વડાપ્રધાનના કાફલાના રૂટ પર રિહર્સલ - VIDEO

જામનગરમાં વડાપ્રધાનના કાફલાના રૂટ પર રિહર્સલ – VIDEO

- Advertisement -

જામનગરમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાનાર હોય, જેને લઇ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આજરોજ સાંજે વડાપ્રધાનના કાફલા સાથેના રૂટ પર સુરક્ષા સમિક્ષા માટે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન અને જાહેરસભાને લઇ તંત્ર તડામાર તૈયારી કરી રહ્યું છે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સભાને લઇ જામનગર શહેરમાં વડાપ્રધાનના રૂટના માર્ગો પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ જાહેર કરાયું છે તેમજ વડાપ્રધાનના સભા સ્થળ ખાતે અભેદ્ય સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઇ બે દિવસ પૂર્વે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સભાસ્થળનું નિરીક્ષણ કર્યા બાદ મંગળવારે ગુજરાત રાજ્યના એડીજીપી રાજકુમાર પાંડિયનએ પણ સમગ્ર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ હતું. જામનગરમાં વડાપ્રધાન આવતા હોય લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એસપીજી કમાન્ડો ઉપરાંત એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઇ સહિતનો જંગી પોલીસ કાફલો બંદોબસ્તમાં જોડાશે.

- Advertisement -

વડાપ્રધાનના આગમનના રૂટથી સભાસ્થળ સહિતના વિસ્તારોમાં અલગ અલગ ટુકડીઓ દ્વારા સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ  વડાપ્રધાનની સુરક્ષા માટે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યાં છે. વડાપ્રધાનના રૂટ પર વાહન વ્યવહારમાં પ્રતિબંધના જાહેરનામાની સાથે સાથે બેરીગેટ ગોઠવવા સહિતની તૈયારીઓ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનના કાફલાના રૂટ ઉપર સુરક્ષાની સમીક્ષા માટે રીહર્સલ યોજાયું હતું. વડાપ્રધાનના કાફલા માટે   એસપી સહિતના અધિકારીઓ દ્વારા રીહર્સલ કરવામાં આવ્યું હતું. રાજ્યના એડીજીપી રાજકુમાર પાંડિયન, રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવ, જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વડાપ્રધાનની સુરક્ષા માટે જીણામાં જીણી તકેદારી સાથે ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. બોમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ સહિતની ટુકડીઓ દ્વારા સઘન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular